Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

જામજોધપુરના વડવાળા ભડાનેશ ગ્રામ પંચાયતમાં આવતી જમીન સોલાર પ્‍લાન્‍ટ માટે ન ફાળવવા આવેદન

જામજોધપુર તા. ર૩: વડવાળ ભડા નેશ ગ્રામ પંચાયત આવતી ગોચર તેમજ ખરાબાની જમીનની માપણી હમણા કરવામાં આવેલ જે જમીન ખાનગી કંપનીએ સોલાર પ્‍લાન્‍ટ માટે મેળવવા અરજી કરેલ છે.
જે જમીન ખાનગી કંપનીને ફાળવવા સરપંચ બાબુભાઇ કાંબરીયા ઉપસરપંચ ગીરીશભાઇ પૂર્વ સરપંચ સામતભાઇની આગેવાનીમાં વરવાળા ગ્રામજનો તથા આલેશ અનુસુચિત જનજાતિ વિકાસ ટ્રસ્‍ટના નેજા હેઠળ આજરોજ મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્‍યું હતું આવેદનપત્રમાં જણાવ્‍યા અનુસાર અહીંના લોકોનો મુખ્‍ય વ્‍યવસાય પશુપાલનનો છે જો જમીન ખાનગી જમીનને સોલાર પ્‍લાન્‍ટ માટે ફાળવાય તો અહીંના લોકોની રોજીરોટી છીનવાય જાય તેમ છે.
સોલાર પ્‍લાન્‍ટ માટેના રસ્‍તા ગોચરમાંથી આવે છે આશરે ૧૬પ હેકટર જમીનનો કંપની દ્વારા સગર્વે કરાયો છે અહીં ૪૦૦૦ જેટલા પશુપાલકોની સંખ્‍યા છે આ જમીન ખાનગી કંપનીને  સોલાર માટે ફાળવાય જાય તો આ બધાની રોજગારીનોસવાલ ઉભો થાય તેમ છે અને આ જમીન પર જો સોલાર પ્‍લોટ થશે તો ના છુટકે ગાંધી ચીંધ્‍યા માર્ગે જવું પડશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્‍ચારી છે.

 

(2:16 pm IST)