Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

ટંકારાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ઢીંગલો બદલી આપવા બાબતે બોલાચાલી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૩ : વાંકાનેરના રોયલ પાર્કમાં રહેતા પુજાબેન નટવરલાલ પરમારે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ટંકારાના હડમતીયા ગામે પાલનપીરનો મેળો ચાલી રહ્યો છે જેમાંᅠ પુજાબેને સ્‍ટોલ નાખેલ હોય દરમિયાન ગત તા. ૨૧ ના રોજ બપોરના સુમારે આરોપી વિશાલ ભગવાનજીભાઈ કોળી રહે-હડમતીયા વાળો સ્‍ટોલ પર આવીને ફરિયાદી પુજાબેન સાથે ઢીંગલો બદલી આપવા બાબતે બોલાચાલી કરી પુજાબેન તથા સાહેદને ગાળો આપી તેમજ પુજાબેનને જાનથી મારી નાખવાની ધમકી આપીને જાતી પ્રત્‍યે હડધૂત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે તો ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:08 am IST)