Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

કુતિયાણાઃ અખિલ ભારતીય સીંધી લાડી લોહાણા સમાજના નવા હોદેદારો

કુતિયાણા તા.૨૩: ગુજરાત તેમજ ઇન્‍ટરનેશનલ સીંધી લાડી લોહાણા સમાજનું અધિવેશન ઉના ખાતે મળ્‍યુ હતું. જેમા ઘનશ્‍યામદાસ અગ્રવાલની પ્રમુખ તરીકે તેમજ મહાસચિવ તરીકે કુતિયાણાના અશોકભાઇ હેમનદાસ લીલવાણી અને સચિવ તરીકે કાન્‍તિલાલ ઉમલાણીની વરણી કરાઇ હતી.
સમાજના વિકાસના મુદાઓ તેમજ સમાજ ક્રાંતિકારી સુધારાઓની તેમજ સમાજના ધાર્મિક પ્રસંગો તેમજ સમાજના ઉત્‍થાન માટેની ચર્ચાઓ કરવામાં આવેલ ચૂ઼ટાયેલા હોદેદારોએ દરેક વિસ્‍તારના અગ્રણીઓનો આભાર વ્‍યકત કર્યો હતો.

 

(10:30 am IST)