Gujarati News

Gujarati News

News of Friday, 23rd September 2022

મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિતે અનેકવિધ સેવાકીય કાર્યો

સેવા પખવાડિયા અંતર્ગત જીલ્લામાં 4 સ્થળે હીમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન

મોરબી જિલ્લામાં ભાજપ દ્વારા PM મોદીના જન્મદિન નિમિતે અનેકવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. અને સેવા પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગ રૂપે ગત તા.21 સપ્ટેમ્બરના રોજ જીલ્લામાં 4 સ્થળે હીમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તા.21 સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લા ભાજપ ડોકટર સેલ તથા જિલ્લા મહીલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીલ્લા ભાજપ ડોકટર સેલના સંયોજક ડો.વિજયભાઈ ગઢીયા તથા તેમની ટીમ તેમજ જીલ્લા મહીલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી તથા તેમની ટીમ સહભાગી થઈ હતી. આ કેમ્પ જિલ્લામાં 4 અલગ અલગ સ્થળે યોજાયો હતો અને તેમાં 900 જેટલી દિકરીઓનું હીમોગ્લોબીન ચેક કરવામાં આવ્યું હતું. તેમજ ઓછુ હિમોગ્લોબીન હોય તેવી દિકરીઓને દવાઓ પણ વિનામુલ્યે આપવામાં આવી હતી.

સમગ્ર કેમ્પને સફળ બનાવવા મેડીકલ સેલના ડો.ચેતન અઘારા તથા મોરબી જીલ્લાના લેબોરેટરી ટેકનિશિયન એસોસિએશનના ટેકિનશિયન મિત્રો દ્વારા કેમ્પ દરમિયાન જરૂરી સેવાઓ સંપુર્ણ નિઃશુલ્ક પુરી પાડી હતી. કેમ્પમાં મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહયા હતા.

(12:55 am IST)