Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મોરબીના ત્રાજપર નજીકની સોસાયટીમાં ગંદકી અને કીચડનું સામ્રાજ્ય, રોગચાળાનો ભય.

રોડ પર ગંદકીને પગલે અને બિસ્માર રોડને પગલે ચાલીને પસાર થવું મુશ્કેલ:સ્થાનિકોએ પ્રશ્નના ઉકેલ માટે તંત્ર સમક્ષ માંગ

મોરબીના ત્રાજપર નજીક આવેલ શિવમ હાઈટ્સ નજીકના વિસ્તારમાં બિસ્માર રોડ અને વર્સ્ડી પાણીના ભરાવાને પગલે કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે જેથી સ્થાનિકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે
મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે ગુરુકૃપા હોટલ પાછળ આવેલ શિવમ હાઈટ્સ ૨ પાસે કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અહી વરસાદી પાણીનો ભરાવો અને ખરાબ રોડના કારણે બાળકોમાં તાવ અને શરદી ઉધરસ જેવા રોગોનું પ્રમાણ જોવા મળે છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું રોડ પર ગંદકીને પગલે અને બિસ્માર રોડને પગલે ચાલીને પસાર થવું મુશ્કેલ છે જેથી સ્થાનિકોએ પ્રશ્નના ઉકેલ માટે તંત્ર સમક્ષ માંગ કરી છે.

(9:52 pm IST)