Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ : ભુજ-નખત્રાણા-લખપત માર્ગમાં પાણી ભરાયા :ટ્રાફિક ખોરવાયો

. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસ્યો : અંજારમાં સૌથી વધુ અને લખપતમાં સૌથી ઓછો વરસાદ

કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભુજ-નખત્રાણા-લખપત ધોરીમાર્ગ પાણી ભરાવાના કારણે ટ્રાફિક ખોરવાયો છે. શહેરની અંદરથી પસાર થતા માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે. કચ્છ જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 77.82 ટકા વરસાદ વરસી ચુક્યો છે. અબડાસામાં સિઝનનો 67.35 ટકા, અંજારમાં સિઝનનો 121.13 ટકા, ભચાઉમાં સિઝનનો 75.06 ટકા, ભુજમાં 96.01 ટકા, ગાંધીધામમાં 86.08 ટકા, લખપતમાં સિઝનનો 42.89 ટકા માંડવીમાં સિઝનનો 69.18 ટકા, મુંદ્રામાં 72.66 ટકા, નખત્રાણામાં સિઝનનો 77.61 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજસ્થાન પર સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે રહેશે વરસાદી માહોલ રહેશે. મધ્ય પ્રદેશ ઉપર પર એક સર્ક્યુલેશન સિસ્ટમ ઉદભવતા વરસાદ વરસી શકે છે. રાજ્યમાં હજુ પણ 14 ટકા વરસાદની ઘટ છે.

(8:44 pm IST)