Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જામનગરનો રંગમતી ડેમ ઓવરફ્લો : એક દરવાજો એક ફૂટ ખોલાયો :નિચાણવાળા ગામોને કરાયા એલર્ટ

ચેલા, ચંગા, દરેડ અને જામનગરના નવા નાગના , જુના નાગના અને નવા ગામ ઘેડ વિસ્તારોને એલર્ટ કરાયા

જામનગર : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જામનગરનો રંગમતી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલાયો છે  ડેમમાંથી પાણી છોડવામાં આવતા દરેડ, જુના-નવા નાગના સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે

ચેલા, ચંગા, દરેડ અને જામનગરના નવા નાગના , જુના નાગના અને નવા ગામ ઘેડ વિસ્તારોમાં સાવચેત રહેવા સૂચના અપાઈ છે

 

(7:28 pm IST)