Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

કચ્‍છના મુંદ્રા પોર્ટ ઉપર 2 કન્‍ટેનરમાંથી મળેલ 3 હજાર કિલો હેરોઇન મામલે મની લોન્‍ડરીંગ તપાસ શરૂ કરવા તૈયારી

આરોપીઓની સંપત્તિ પણ જપ્‍ત કરવા એજન્‍સીઓની તૈયારી

ભૂજ: ED ગુજરાતના મુદ્રા પોર્ટ પર બે કંટેનરોમાંથી 3000 કિલોગ્રામ હેરોઇન જપ્ત મામલે મની લૉન્ડ્રિંગ તપાસ શરૂ કરવા માટે પુરી રીતે તૈયાર છે. સમાચાર એજન્સી ANI અનુસાર, આગામી કેટલાક દિવસમાં ક્યારેય પણ કેસ દાખલ કરવામાં આવી શકે છે.

આ અઠવાડિયે ઇડીના ડિરેક્ટર સંજય મિશ્રાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સી PMLA હેઠળ સૂચના રિપોર્ટ (ECIR) દાખલ કર્યા બાદ તપાસ શરૂ કરશે. આ વચ્ચે સુત્રોએ કહ્યુ કે એજન્સીના અધિકારી ઘટનાની જાણકારી મેળવવામાં લાગેલા છે. સાથે જ એજન્સી DRI દ્વારા માદક તસ્કરીને શોધવા દરમિયાન દાખલ કરવામાં આવેલી ફરિયાદ મળી છે.

સુત્રો અનુસાર, ઇડી ડ્રગ તસ્કરી પાછળ સિંડિકેટ સાથે જોડાયેલા લોકોની તપાસ કરશે. માનવામાં આવી રહ્યુ છે કે આંધ્ર પ્રદેશના વિજયવાડામાં રજિસ્ટર્ડ એક કંપનીએ ટેલ્ક સ્ટોન તરીકે આયાત કર્યુ હતુ. એજન્સી તપાસ દરમિયાન આરોપીઓની સંપત્તિઓ પણ કુર્ક કરી શકે છે.

મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસ પહેલા કચ્છ જિલ્લાના મુંદ્રા પોર્ટ પર પહોચેલા બે કંટેનરોમાંથી હેરોઇન જપ્તી બાદ DRIએ દેશભરમાં રેડ કરી હતી અને દિલ્હીમાં એક ગોડાઉનમાંથી 16.1 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યુ છે. જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે આ મામલે હેરોઇનની કુલ 3,004 કિલોગ્રામ થઇ ગયુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે એજન્સીએ નોઇડામાં એક આવાસીય પરિસરમાંથી 10.2 કિલોગ્રામ શંકાસ્પદ કોકીન અને 11 કિલોગ્રામ અન્ય પદાર્થ પણ જપ્ત કર્યુ છે, જેના હેરોઇન હોવાની શંકા છે.

(5:15 pm IST)