Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના સુરેશ પરમારની દ્વારકા જામનગરના મીડિયા પ્રભારી પદે નિમણુંક

રાજકોટ તા. ૨૩ : પ્રદેશ ભાજપ મીડિયા વિભાગ દ્વારા દ્વારકા અને જામનગર શહેર જિલ્લા મીડિયા પ્રભારી તરીકે સુરેશભાઇ પરમારની વરણી કરાતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. સુરેશભાઇ પરમાર જુના જનસંઘી સ્વ. બચુભાઇ પ્રેસવાળાના પુત્ર થાય છે. છેલ્લા ૩૫ વર્ષથી પક્ષની નિષ્ઠાને ધ્યાને લઇ વોર્ડથી ગાંધીનગર સુધી પક્ષના સંગઠનમાં વિવિધ હોદાઓ ઉપર સેવા આપી રહ્યા છે. શહેર ભાજપ બૌધિક પ્રકોષ્ટના સહકન્વીનર, મીડિયા ઇન્ચાર્જ, પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલના ઓફીસ ઇન્ચાર્જ, બુથવાલી સહીતની જવાબદારીઓ નિભાવી ચુકયા છે. તેઓ રાજકોટ નાગરીક બેંકના ઓફીસર તરીકે સેવા નિવૃત્ત થયા બાદ મીડિયા સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા છે. વિશ્વ પત્રકાર મહાસંઘના ગુજરાતના પ્રાંત અધ્યક્ષ તેમજ ગુજરાત સ્ટેટ સ્મોલ ન્યુઝ પેપર એડીટર કાઉન્સીલના પ્રેસીડેન્ટ તેમજ સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ, નવરંગ સોશ્યલ કલબના ચેરમેન તરીકે તેમજ અનેક સેવાકીય સંસ્થાઓમાં તેમનું યોગદાન છે. પ્રદેશ ભાજપ મીડિયા સદસ્ય અને પ્રભારી તરીકે નિયુકત થયેલ સુરેશ પરમારને મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, રમાબેન હેરભા, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોર રાઠોડ, કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળા, રમાબેન હેરભા, નાગરિક બેંકના પૂર્વ ચેરમેન કલ્પક મણીયાર, રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, રાષ્ટ્રીય શાળાના મંત્રી જીતુભાઇ ભટ્ટ, મનુભાઇ વઘાસીયા, માવજીભાઇ ડોડીયા, મનીષભાઇ રાડીયા, માધવ દવે, દિપાબેન કાચા, ધરા વૈષ્નવ, અરૂણ નિર્મળ, જગદેવસિંહ જાડેજા, ગુણવંત ભટ્ટ, પલ્લવીબેન ચૌહાણ, ભાવનાબેન, સીમાબેન, દિપક મદલાણી, વિજય કારીયા, જીતુ મહેતા વગેરેએ શુભેચ્છા પાઠવી છે. તેમના મો.૯૮૨૪૩ ૧૩૯૧૪ છે. 

(3:27 pm IST)