Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જોડીયામાં વધુ ર ઇંચ

ધ્રોલમાં ૧ ઇંચ : દ્વારકા- ટંકારા-રાપર-કલ્યાણપુરમાં અડધો ઇંચ

રાજકોટ, તા. ર૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારથી જામનગર જીલ્લાના જોડીયામાં મેઘરાજા મહેરબાન થયા છે. સવારે ૬ થી ૧૦ વાગ્યા સુધીમાં ૬ ઇંચ વરસાદ વરસ્યા બાદ વધુ ર ઇંચ વરસાદ વરસતા સવારના ૬ થી બપોરેના ૧ર વાગ્યા સુધીમાં કુલ ૮ ઇંચ વરસાદ વરસ્યો છે.

 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા-મીઠાપુર અને દ્વારકામાં પણ ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ વરસ્યો છે. જેમાં કલ્યાણપુર અને દ્વારકામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

જામનગર જીલ્લાના ધ્રોલમાં સવારે પોણો ઇંચ વરસાદ વરસ્યા બાદ વધુ દોઢ ઇંચ વરસાદ વરસતા સવારથી બપોર સુધીમાં ર ઇંચ વરસાદ પડ્યો છે.  જુનાગઢ જીલ્લાનાં જુનાગઢ શહેર તથા રાજકોટ જીલ્લાના જેતપુર અને પડધરી તેમજ અમરેલી જીલ્લાના બગસરા તથા મોરબી જીલ્લાના ટંકારામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

(1:15 pm IST)