Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ગોંડલમાં ખાડાના કારણે બાઇક ફંગોળાતા ચોરડી ગામના કુલદીપસિંહ ઝાલાનું મોત

ઓવરબ્રીજનો ખાડો જીવલેણ બન્યોઃ નિંભર તંત્ર જાગશે ? આશાસ્પદ યુવાનના મોતથી પરીવાર શોકમગ્ન

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.,૨૩: નેશનલ હાઈવે ગુંદાળા ચોકડી પર આવેલાં ઓવરબ્રીજ માં મસ્સ મોટાં ખાડા પડયાં હોય તંત્ર ની લાપરવાહી ને કારણે ચોરડી ગામના આશાસ્પદ ગિરાસદાર યુવાન નું બાઇક અકસ્માત માં મોત નીપજયું હોય પરીવાર શોકમગ્ન બન્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ચોરડી રહેતા કુલદિપસિહ મહાવીરસિંહ ઝાલા ઉ.૨૫ રવિવાર મોડી રાત્રે બાઇક પર ઉમવાડા થી ચોરડી જઇ રહ્યા હતાં ત્યાંરે ગુંદાળા ઓવરબ્રીજ પર પડેલા ખાડા માં બાઇક પસાર થતાં ફંગોળાઈ ડીવાઇડર સાથે અથડાતાં ગંભીર ઇજા ને કારણે મોત નિપજયું હતું.

મૃતક કુલદિપસિહ પરણીત હતાં,બે ભાઇઓ માં મોટાં હતાં.ચોરડીમાં કરીયાણાની દુકાન ચલાવતાં હતાં.પરીવાર નાં આધારસ્તંભ સમા પુત્ર નું અકાળે અવસાન થતાં પરીવાર હતપ્રત બન્યો હતો.

ચોમાસામાં નેશનલ હાઈવે ઉપર ઓવરબ્રીજ સહીત ઠેરઠેર ગાબડાં પડયાં હોય છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે.

(12:51 pm IST)