Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જામનગરના નીકાવા અને મછલીવડમાં દવા છાંટતી વખતે ઝેરી અસરથી ૨ યુવકોના મોત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા ટીનકાભાઈ કાળીયાભાઈ રાઠવા, ઉ.વ.રપ, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૮–૯–ર૧ના નીકાવા ગામના દામભાઈ વરસાણીની વાડીએ આ કામના આરોપી બાલુભાઈ કાળીયાભાઈ રાઠવા, ઉ.વ.ર૧, રે. હીરાભાઈ કડીયાના મકાનમાં, નિકાવા ગામવાળા વાડીએ કપાસમાં દવા છાટતા હતા ત્યારે ઝેરી દવાની અસર થતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

મછલીવડ ગામે

કાલાવડ તાલુકાના મછલીવડ ગામે પ્રતિપાલસિંહ વનરાજસિંહ જાડેજાની વાડીએ  રહેતા રાજુભાઈ સીધાભાઈ ડાવર, ઉ.વ.ર૧, એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રર–૯–ર૧ના આ કામે મરણજનાર ઉમેશભાઈ સીધાભાઈ ડાવર, ઉ.વ.ર૪, રે. પ્રતિપાલસિંહ વનરાજસિંહ જાડેજાની વાડી, મછલીવડ ગામ વાળા વાડીએ કપાસની દવા છાંટતા હોય જે દરમ્યાન દવાની ઝેરી અસર થઈ જતા મરણ થયેલ છે.

જી.આઈ.ડી.સી. દરેડના શીવ સર્કલ પાસેથી મોટરસાયકલ ચોરાયું

પંચ બી પોલીસ સ્ટેશનમાં દિપેશભાઈ વિજયભાઈ વિશરોલીયા, ઉ.વ.ર૧, રે. ૧૮–દિ.પ્લોટ, ઓશવાળ હસ્પિટલની બાજુમાં જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૮–૯–ર૧ના ફરીયાદી દિપેશભાઈનું હોન્ડા લીવો જેના રજી.નં.જી.જે.–ર૩–બી.જી.–૮૬૮૯ કાળા કલર નું કિંમત રૂ.ર૦,૦૦૦/– નું જી.આઈ.ડી.સી. દરેડ, શીવ સર્કલ હિંગળાજ કોમ્પ્લેક્ષ, આશાપુરા પાન પાસે ફરીયાદી દિપેશભાઈ પાન ખાવા ઉભા રહેલ. ત્યારે ત્યાં ઉપર  ચાવી સહિત રાખેલ અને પાન ખાઈને પરત આવતા પોતાનું લીવો હોન્ડા ત્યાં જોવામાં આવેલ નહીં જેથી કોઈ ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સાપ કરડી જતા બાળકનું મોત

કાલાવડ તાલુકાના ધુનાધોરાજી ગામે રહેતા ખેબસિંહ જોતસિંહ પચાયા, ઉ.વ.ર૭ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.રર–૦૯–ર૧ના આ કામે મરણજનાર સુનીલભાઈ ખેલસિંહ પચાયા, ઉ.વ.૧૧, રે.છગનભાઈ વિરાણીની વાડીએ, ધુના ધોરાજી ગામ વાળા પોતાની વાડીએ પડામા રમતા હોય અને રમતા રમતા અચાનક સાપ કરડી જતા સારવાર લાવતા મરણ ગયેલ છે.

આરીખાણા ગામે જુગાર રમતા ૧૧ ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. અખ્તરભાઈ હાજીભાઈ નોયડા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૯–ર૧ના આરીખાણા ગામ પાસે આવેલ ધારમા આવેલ સોસાયટીમાં રહેતા આરોપી ખીમાભાઈ ડોસાભાઈ વસરાના મકાન પાસે જાહેરમાં લાઈટના અજવાળે આ કામના આરોપીઓ ખીમાભાઈ ડોસાભાઈ વસરા, ભીમાભાઈ ડોસાભાઈ વસરા, કાનાભાઈ વિઠ્ઠલભાઈ વૈશ્ણવ, ભરતભાઈ વલ્લભભાઈ સંઘાણી, વીરમભાઈ ગાંગાભાઈ મકવાણા, રાજુભાઈ કરશનભાઈ ધ્રાંગીયા, ભીમાભાઈ ગાંડાભાઈ મકવાણા, સવજીભાઈ ભાદાભાઈ ટોયટા, પ્રવિણ હસમુખભાઈ ખરા, નાથાભાઈ રામાભાઈ બગડા, રામાભાઈ પાલાભાઈ ધ્રાંગીયા, રે. આરીખાણા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.૪૪૮૦૦/–  તથા પાંચ મોટર સાયકલ મળી કુલ મુદામાલ રૂ.૧૭૪,૮૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકા ગામે દારૂની ૧૮ બોટલ સાથે ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. જયપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૯–ર૧ના સિકકા ભગવતી સોસાયટીમાં આરોપી ભીખાભાઈ નાગશીભાઈ ગંઢ, રે. સિકકા ગામ વાળા એ પોતાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂ મેકડોવેલ્સ નં.–૧, સુપ્રીયર વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. ૪ર.૮% વી.વી. ફોર સેલ ઈન હરીયાણા ઓનલી લખેલ કાચની કંપની શીલ બોટલ નંગ–૧૮, કિંમત રૂ.૯,૦૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

મોટી ખાવડી ગામે જુગાર રમતા છ ઝડપાયા

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિરેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩–૯–ર૧ના મોટી ખાવડી ગામ, ચોરા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપી દિલીપ મનસુખલાલ કોટેચા, વિમલભાઈ કાનદાસ મેસવાણીયા, હર્ષદભાઈ ભીખુભાઈ રામદેવપોત્રા, સંજયભાઈ દિનેશભાઈ દુધરેજીયા, નથુભાઈ કાનાભાઈ સંજોટ, હનુભા નાથુભા જાડેજા, રે. મોટી ખાવડી ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.૧ર૧પ૦/– મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:49 pm IST)