Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ધ્રોલનાં મજોઠ પાસેનો ઉંડ-૨ ડેમ ઓવરફલો : ૬ ગામના લોકોને ચેતવણી

(મુુકંુદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૩: ઓફિસર અને અધિક્ષક ઇજનેરશ્રી, રાજકોટ સિંચાઇ વર્તુળ (ફલડ સેલ) રાજકોટનાં તા. ૨૩/૯/૨૦૨૧ સમય : ૧૦:૦૧:૨૦ના ચેતવણી સંદેશથી જણાવ્યા મુજબ ધ્રોલ તાલુકાના મજોઠ ગામ પાસેનો ઉંડ-૨ ડેમ નિર્ધારીત સપાટીએ ભરાઇ ગયેલ છે. અને ડેમના ૩ દરવાજા ૭ ફુટ ખોલવામાં આવેલ છે. તો ડેમની હેઠવાસમાં ગામોના લોકોના નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

આ ગામોમાં આણંદા, બાદનપર, ભાદરા, જોડીયા, કુન્નડના લોકોને ચેતવણી અપાઇ છે. 

(12:48 pm IST)