Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભાવનગરમાં કોરોનાના ૫ કેસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૩ : ભાવનગરમાં ફરી કોરોનાએ ચિંતા વધારી છે.  છેલ્લા ૨૪ કલાકમાં દરમિયાન ભાવનગરમાં કોરોનાના પાંચ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે. ભાવનગર શહેરમાં બે અને ભાવનગર ગ્રામ્યમાં ૩ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ પાંચ કેસ નોંધાયા છે. આ સાથે હાલમાં ભાવનગરમાં કુલ નવ દર્દીઓ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

(11:44 am IST)