Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા

કુંકાવાવ ખાતે સંગઠન વિસ્તૃતિકરણ

અમરેલી, તા.૨૩: અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણ ના હેતથી કુંકાવાવ ખાતે તાલકા અને શહેર કોંગ્રેસ સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

આ મીટીંગમાં કુંકાવાવ તાલકા અને શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની રચના કરવા અને કોંગ્રેસ પક્ષના તમામ સેલ ફ્રન્ટલના હોદ્દાઓની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી, હાજર કોંગ્રેસ અગ્રણીઓના મંતવ્ય અને અભિપ્રાય મેળવ્યા હતા.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ 'કોવિડ ન્યાય યાત્રા' કાર્યક્રમની વિસ્તૃત સમજ આપી, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ મૃતકોને રૂ.૪ લાખની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસના કાર્યકરોને મદદરૂપ થવા જણાવ્યું હતું.

આ તકે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઓ.બી.સી. વિભાગ ના નવ નિયુકત ઉપપ્રમુખ શ્રી વાજસરભાઈ (ટીસભાઈ) વાળાનું જિલ્લા પ્રમખશ્રી દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

કોંગ્રેસના દરેક પાયાના કાર્યકરો એ આ તકે કોઈપણ જાત ના રાગદ્વેષ વિના એકસંપ થઈ ભાજપ સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમખશ્રી સમક્ષ વર્ણવી હતી.

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી એ કોંગ્રેસ પક્ષ ના સક્રિય અને વફાદાર કાર્યકર્તાઓને જ જવાબદારી ઓ સોંપવા માં આવશે તેમ જણાવેલ હતું.

આજના કાર્યક્રમ માં જિલ્લા પ્રમુખશ્રી ડી.કે.રૈયાણી,પ્રદેશ ઓ.બી.સી. વિભાગ ના ઉપપ્રમુખ વાજસુરભાઈ (ટીસુભાઈ)વાળા,શરદભાઈ ધાનાણી, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી, જિલ્લા મહામંત્રી  જનકભાઈ પંડ્યા, અમરેલી તાલકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, કુંકાવાવ તાલકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાનસૂરિયા, કુંકાવાવ તા.પં.નેતા વિપક્ષ મનસુખભાઈ ગોંડલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ દુહીરા, નિખિલભાઈ ચડાસમા, અનુ.જાતી મોરચાના રાજુભાઇ દામોદરા, જિલ્લા કિસાન સેલના શ્રી સત્યમભાઈ મકાણી, ઓ.બી.સી.સેલ ના શ્રી રમેશભાઈ ગોહિલ, અમરેલી તાલકા કોંગ્રેસ મહામંત્રી શ્રી વિપુલભાઈ પોકિયા, સોશિયલ મીડિયા સેલના શ્રી શરદભાઈ મકવાણા, શ્યામભાઈ સોલંકી, નીતિનભાઈ ગોંડલીયા, જિ.પં.પૂર્વ સદસ્ય ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા, ગૌતમભાઈ વસાવા, તા.પં.સદસ્યો સહિતના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)