Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

ભાદર ડેમ ઓવરફલો થવામાં ૧ ફુટ બાકી : ૨૨ ગામોને ચેતવણી

ભાદર ડેમ ઓવરફલો થવામાં ૧ ફુટ બાકી : ૨૨ ગામોને ચેતવણી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૨૩ : ગોંડલ પાસે આવેલ ભાદર ડેમ -૧ની ડેમની સપાટી ૩૩ ફુટે પહોંચી છે. અને ઓવરફલો થવામાં એક ફુટ બાકી છે. ભાદર ડેમમાં ૨૧૭૬ કયુસેક પાણીની આવક શરૂ છે. ભાદર ડેમની કુલ સપાટી ૩૪ ફુટ છે.

ભાદર ડેમ-૧ના ઇજનેર હિરેન જોષીએ જણાવ્યું હતુ કે ભાદર ડેમ નીચે આવેલ ૨૨ ગામને  એલર્ટ કરવામાં આવ્યા છે. ગોંડલ તાલુકાના ૫ ગામ જેતપુરના ૧૨ ગામ, જામકંડોરણાના ૨ ગામ, ધોરાજીના ૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

(11:40 am IST)