Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

મોરબી નજીક ટીંબડીના પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત : 5 લોકોના કમકમાટીભર્યા મોત.:કાર ટ્રક પાછળ ઘુસી જતા સર્જાયો અકસ્માત ; પોલીસ ઘટના સ્થળે

કારમાં સવાર લોકોમાં એક વ્યક્તિ આનંદસિંહ સેખાવત રાજસ્થાના વતની અને ટ્રાસ્પોટરના વ્યવસાય સાથે સંકળાયેલા

મોરબી : મોરબીના ટીંબડી પાટિયા પાસે આજે રાતના અરસામાં કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

મોરબી નજીક ટીંબડીના પાટિયા પાસે આજે રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં જીજે 36 એફ 1059 નંબરની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં કાર સવાર પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાની હાલ પ્રાથમિક વિગતો મળી રહી છે. કારમાં સવાર લોકોમાં એક વ્યક્તિ આનંદસિંહ સેખાવત રાજસ્થાના વતની અને ટ્રાસ્પોટરના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી છે.

(11:38 pm IST)