Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જામનગર જિલ્લામાં પુરથી કેટલું થયું નુકશાન ?: સરકારે 154 ટીમ થકી સર્વે કરાવ્યો : 92 ગામને અસરગ્રસ્ત જાહેર કરી તાગ મેળવ્યો

માનવ મૃત્યુ, મકાન-ઘરવખરી અને પશુધન નુકશાનીના કરાયેલ સર્વે બાદ ડીઝાસ્ટર પેકેજ પેટે રૂપિયા ૪.૮૫ કરોડ કેશ ડોલ્સ પેટે સહાય કરી: જમીન અને ખેતીના પાકને થયેલ નુકશાનીના સર્વે બાદ સહાય ચુકવાશે.

જામનગર જિલ્લામાં થયેલા નુકશાનનો તાગ મેળવવાં સરકરે તુરંત પગલાં લીધા અને છ જિલ્લાની 154 ટીમ દ્વારા કરવામાં આવેલ ગ્રામ્ય સર્વેમાં કુલ 92 ગામને અસરગ્રસ્ત જાહેર કરી તાગ મેળવાયો છે.

જામનગર જિલ્લામાં12 અને 13 સપ્ટેમ્બરની તારીખ જામનગરવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. કારણ કે આ દિવસે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાતે એટલો વારસાદ પડ્યો કે ઘરનો એક માલ પાણીમાં ગરકાવ થઈ ગયો. એક રાતમાં જ નદી નાળા ચેકડેમો છલકાઈ ગયા, પાણી એટલું બધું આવ્યું કે કિનારા તોડીને લોકોના ઘરોમાં ઘુસી ગયું. સદનસીબે જાનનું નુકસાન તો ના થયું પરંતુ માલનું ઘણું નુકશાન થયું.

જિલ્લામાં થયેલા નુકશાનનો તાગ મેળવવાં સરકરે તુરંત પગલાં લીધા અને છ જિલ્લાની ૧૫૪ ટીમ દ્વારા કરવામાં આવેલ ગ્રામ્ય સર્વેમાં કુલ ૯૨ ગામને અસરગ્રસ્ત જાહેર કરી તાગ મેળવાયો છે. માનવ મૃત્યુ, મકાન-ઘરવખરી અને પશુધન નુકશાનીના કરાયેલ સર્વે બાદ ડીઝાસ્ટર પેકેજ પેટે રૂપિયા ૪.૮૫ કરોડ કેશ ડોલ્સ પેટે સહાય કરી છે. જયારે જમીન અને ખેતીના પાકને થયેલ નુકશાનીના સર્વે બાદ સહાય ચુકવવામાં આવશે.

જીલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલના જણાવ્યા અનુસાર, જિલ્લામાં ૧૫૪ સર્વે ટીમ દ્વારા નુકશાનીનું આકલન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના છ તાલુકાઓના ૯૨ ગામના ૭૪૯૫ કુટુંબ પુર પ્રભાવિત બન્યા છે. આ તમામ કુટુંબોને ઘર વખરી અને કપડા સહાય પેટે રૂપિયા ૨.૯૪ કરોડની રકમ ચૂકતે કરવામાં આવી છે. જયારે અસરગ્રસ્ત ૩૧૩૩૨ લોકોને કેશ ડોલ્સની રકમ તેના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. પુર હોનારતમાં જિલ્લામાં કુલ ૪૫૭ પશુઓના મૃત્યુ થયા છે જે પેટે પશુ ધારકોને રૂપિયા ૪૩,૨૫,૭૫૦ની રકમ સહાય પેટે ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના ૪૫૬ કાચા પાકા મકાનને નુકશાની પહોચી છે. ગ્રામ્ય વિસ્તારમાં કરાયેલ સર્વે બાદ સરકાર દ્વારા ડીઝાસ્ટર પેકેજ રૂપે એક જ સપ્તાહમાં રૂપિયા ૪.૮૫ કરોડ જે તે અસરગ્રસ્તોને ચૂકતે કરવામાં આવ્યા છે. બીજી તરફ જીલ્લાના ૨૫૦ ગામોમાં ખેતીના પાક અને જમીનને નુકસાન પહોચ્યું છે

(8:56 pm IST)