Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જામનગરના મેયર કોરોના સંક્રમિત : રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ પોઝીટીવ : હોમ આઇસોલેટ

પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ : મેયર ઓફિસને સૅનેટાઇઝ કરાઈ

જામનગર : જામનગરના મેયર અને વોર્ડ,ન,9ના કોર્પોરેટર હસમુખભાઈ જેઠવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે છેલ્લા બે દિવસથી ઉધરસની તકલીફ થતા રેપિડ ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેઓ હોમ આઇસોલેટ થયા છે

મેયરના પરિવારના અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે મેયરના કાર્યાલયને સૅનેટાઇઝર કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત માસે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો

 

(9:32 pm IST)