Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સરકારના દરેક નિર્ણયો ઉદ્યોગપતિઓના હિતમાં, ખેડૂતોને લોલીપોપઃ વિરજીભાઇ ઠુંમર

ખુદ સરકારના એક મંત્રીએ કૃષિ વિધેયકનો વિરોધ કરી રાજીનામું આપ્યું: સરકાર મંત્રીનું સાંભળતું ન હોય તો પ્રજાનું કયાંથી સાંભળે?

(ઈકબાલ ગોરી દ્વારા ) સાવરકુંડલા, તા.૨૩: ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે  જણાવ્યું છે કે, ભારત ખેતી પ્રધાન દેશ છે..પરંતુ એવો અહેસાસ દ્યણા સમયથી થતો નથી. જો દેશ ખેતી પ્રધાન હોય તો દેશની શાસન વ્યવસ્થાના કેન્દ્ર સ્થાને ખેડૂત અને ખેતી હોવા જોઈએ..દરેક નીતિ ખેડૂતો ના હિત ને ધ્યાનમાં રાખીને બનવી જોઈએ..જો સૌથી વધુ દેશના શાસન મા ખેતી ને પ્રાધાન્ય મળતું હોય તો ખેતી પ્રધાન કહેવાય. દેશના શાસન ની ધુરા માત્ર ગણ્યા ગાંઠયા ઉદ્યોગ પતિઓ ના હાથમાં હોય તેવું સ્ટોક માર્કેટ.. સરકાર ના નિર્ણયો,સરકાર ના વલણ પરથી જોવા મળતુ હોવાનું જણાવ્યુ છે.

 સંસદમાં ખેતી સુધારા વિધેયકો રજૂ થઈ રહ્યા છે તેના વિરોધમાં દેશના ૬૫ કરોડ લોકો..ખેડૂતો..ખેત મજદૂરો.. આંદોલન ના માર્ગે છે. ખુદ સરકાર ના એક મંત્રી એ કૃષિ વિધેયકો નો વિરોધ કરી,તેની રજૂઆત ને ધ્યાને ન લેવાતાં રાજીનામું આપ્યું છે. ર્ંજો શાસકો કોઈ દેશ કે દેશના ખેડૂતો કે ખેતી માટેના નિર્ણયો કરે,કાયદા સુધરે કે નવા બનાવે ત્યારે પોતાના મંત્રીનું ન સાંભળતા હોય તો પ્રજાનું કયાંથી સાંભળે..? સરકારના એક પછી એક નિર્ણયો ખેડૂતો ને અહિત કરનારા અને ઉધોગપતિઓના હિતાર્થે લેવાઈ રહ્યા હોય તેવું દેશનો દરેક ખેડૂત અહેસાસ કરી રહ્યા હોવાનુ જણાવાયું હતું.

ધારાસભ્ય શ્રી ઠુંમરે વધુમાં કહેલ કે ર્ંએક સમયે ખૂબ જોરશોર થી પ્રચાર કરી અમલ મા મુકેલી પ્રધાન મંત્રી પાક વીમા યોજના.. 'વખાણી ખીચડી દાંતે વળગી' કોઈ પણ પ્રકાર ની ગાઈડ લાઈન નું પાલન ખુદ કંપનીઓ એ નથી કર્યું..કે સરકારે નથી કરાવ્યું.. વીમા કંપનીઓ ઉપર પગલાં ભરવાના બદલે ખેડૂતો ને લાઠી, ગોળી ના દમન થી દબાવવા પ્રયાસો થઇ રહ્યા છે...ર્ંખુદ સરકાર લોભ..લાલચ..કે પ્રલોભનો આપી ર્ંઆજા ફસાજા સ્કીમ ચલાવતી હોય તેવો અનુભવ દેશના દરેક ધંધાર્થી કરી રહ્યા છે..ખેડૂતો નું સ્થાન તેમાં સૌથી આગળ છે.

વકતા કે પ્રવકતાઓ પણ લાજ શરમ નેવે મૂકી તેનો પ્રચાર કરે છે. ૨૫ થી ૩૫ ઇંચ વરસાદ ૪૮ કલાકમાં પડે તો ગામ પણ તણાઇ જાય.. સહાય લેનારા કયાંથી બચે.. અધિકારીઓ તો બિન અનુભવી છે, પણ સરકારનાં મંત્રીઓ ધારાસભ્યો પણ ખેતી બાબતે કાંઇ નથી જાણતા? 'ધકેલ પંચો દોઢસો' કયાં સુધી ચાલશે? તેમ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે અંતમાં જણાવ્યું હતું.

(2:48 pm IST)