Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

તુલસીશ્યામમા પૂ. મોરારીબાપુના વ્યાસાસને ૭૦૦ વર્ષ પ્રાચીન શ્રી રૂક્ષ્મણી મંદિરના સાનિધ્ય શનિવારથી ઓનલાઈન શ્રી રામકથા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ:::તુલસીશ્યામમા પૂ. મોરારીબાપુના વ્યાસાસને ૭૦૦ વર્ષ પ્રાચીન શ્રી રૂક્ષ્મણી મંદિરના સાનિધ્ય શનિવારથી ઓનલાઈન શ્રી રામકથાનુ આયોજન કરવામાં આવ્યું છે.

         ગીર જંગલના મનમોહક , રમણીય પર્વતોની ગિરિમાળાઓ વચ્ચે પહાડો ઉપર 700 વર્ષ પ્રાચીન પૌરાણિક અને એ ઐતિહાસિક  શ્રી રૂક્ષ્મણી મંદિર ના સાનિધ્યમાં અને તુલસી શ્યામ મંદિર ના સન્મુખ તારીખ 26 ને શનિવારથી પૂજ્ય મોરારીબાપુના વ્યાસાસને શ્રોતાઓ વગરની ઓનલાઇન શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

          કોરોના મહામારી ના કારણે તુલસી શ્યામ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપુની ૮૪૮ મી શ્રી રામ કથાનુ તારીખ ૨૬ સપ્ટેંબરથી તારીખ 4 ઓક્ટોબર સુધી સવારે ૯: ૩૦ થી બપોરના ૧૨ : ૩૦ સુધી આસ્થા ચેનલ ઉપર જીવંત પ્રસારણ થશે.

(2:03 pm IST)