Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પોરબંદરના ઉદ્યોગપતિ અને દાનવીર પ્રતાપભાઇ દત્તાણી કોરોના સામે જંગ હારી ગયા

વૃધ્ધ વડીલોને પ્લેનમાં હરિદ્વારની યાત્રા કરાવનાર તથા નબળા વર્ગના બાળકોને ભણવામાં મદદ કરનાર રઘુવંશી ભામાશા : રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુઃ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા અંજલી અર્પીઃ ટેલીફોનીક પ્રાર્થનાસભા

(પરેશ પારેખ, કૌશલ સવજાણી દ્વારા) પોરબંદર, ખંભાળિયા તા.ર૩ : ખંભાળિયાના મુળ વતની કલ્યાણબાગ વાળા રઘુવંશી અગ્રણી તથા પોરબંદરના ભામાશા કહેવાતા ઉદ્યોગપતિ અને દાનવીર પ્રતાપભાઇ કલ્યાણરાયજી દતાણી (ઉ.વ.૭૪)નું રાજકોટમાં હોસ્પિટલમાં કોરોના રોગની સારવારમાં અવસાન થતાં પોરબંદર ખંભાળિયા વિસ્તારમાં  શોકની લાગણી છવાઇ ગઇ હતી.

સ્વ. પ્રતાપભાઇ ખંભાળિયામાં કલ્યાણબાગમાં ઘી ડેમ પાસે રહેતા તથા ત્યાંના ગરીબ બાળકોના ખુબ જ ચહિતા હતા. દરેક નાના બાળકનેે નામથી ઓળખે તથા તેમને ચોકલેટ નાસ્તો આપીને તું મોટો થઇને કલેકટર એસપી બન જે તેવી શિખામણ આપતા પ્રતાપભાઇએ પોરબંદરમાં અનેક બાલાશ્રમ, વૃધ્ધાશ્રમ, શાળાઓ, સંસ્થાઓ, ગૌશાળા, દિકરી-દિકરાને ભણવામાં મદદ, ખંભાળિયામાં અનેક જગ્યાએ દાન વૃધ્ધોને પલેનમાં હરદ્વાર જાત્રા કરાવી હતી તથા લાયન્સ કલબ, રેડક્રોસ, વાત્સલ્ય વૃધ્ધાશ્રમમાં દાન આપ્યુ હતુ તથા નિયમીત રીતે ખંભાળિયાના કિરીટભાઇ મજીઠીયા (રેડક્રોસ જિલ્લા પ્રમુખ) સાથે દાન ધર્મના કામો કરવા જતા હતા.

આજે સવારે સદગતની અંતિમયાત્રા પોરબંદરથી નીકળી હતી.વિવિધક્ષેત્રના અગ્રણીઓ સહિત અંજલી અર્પી હતી.

સ્વ. પ્રતાપભાઇ દતાણી ખંભાળિયા કલ્યાણ હોટલવાળા વિઠલભાઇ દતાણીના નાનાભાઇ, સુધાબેન પ્રતાપભાઇના પતિ તથા સચિનભાઇના કાકા તથા આનંદના પિતા હતા. સદગતની પ્રાર્થનાસભા કાર્ય કોરોના સંદર્ભમાં ટેલીફોનીક રાખેલ છે. આનંદભાઇ દતાણી ૯૮૭૯પ ૭પ૯૯૭, સચિનભાઇ દતાણી ૯૮રપર ૧૪ર૪૭.   

(12:46 pm IST)