Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ધોરાજી નગરપાલિકાએ ભુગર્ભ ગટર વેરામાં વધારાનો ઠરાવ કરતા વેપારી મંડળનો વિરોધ

કોરોના મહામારી વચ્ચે લોકો પીસાય છે ત્યારે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૩ : ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા નગરપાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવી ધોરાજી નગરપાલિકાએ ભૂગર્ભ ગદર યોજનાના કનેકશનમાં કમરતોડ વેરો પ્રજા ઉપર નાખતા જેના વિરોધમાં આવેદનપત્ર પાઠવી વાંધા રજૂ કર્યા હતા.

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડએ નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને આવેદનપત્ર પાઠવતા જણાવેલ કે ધોરાજી નગરપાલિકા દ્વારા તા. ૧૮ના જનરલ બોર્ડમાં ઠરાવ નંબર ૨૩થી ભૂગર્ભ ગટરના કનેકશન ચાર્જ અને વાર્ષિક વેરાનો દર જે નક્કી કરવામાં આવેલ છે તે ઠરાવ નંબર ૨૩નો વિરોધ કરીએ છીએ અને વાંધા સાથે લેખિતમાં રજૂ કરીએ છીએ.

વર્તમાન સંજોગોમાં કોરોના મહામારીના સમયમાં ધોરાજી શહેરના નગરજનો આર્થિક મંદીનો સામનો કરી રહેલા હોય છેલ્લા છ માસથી સમગ્ર દેશમાં ધંધો-રોજગાર બંધ હોય અને વેપારીઓ બેહાલ હોય ત્યારે આવા સમયે આર્થિક ઉપાર્જનના બધા જ માધ્યમો બન્ધ છે ત્યારે લોકો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તેની મથામણમાં છે

આવા સંજોગોમાં ધોરાજી નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર કનેકશન ચાર્જ અને વાર્ષિક વેરાનો દર નક્કી કરવામાં આવેલ છે તે અંગે હાલના આર્થિક સંજોગોને લક્ષ્યમાં લઈને આ ઠરાવ નંબર ૨૩ અયોગ્ય હોય તેવું લાગે છે.

જેથી અમો ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા લેખિતમાં વાંધો નોંધવી એ છીએ વધુમાં જણાવેલ કે જનરલ બોર્ડમાં ઠરાવ નંબર ૨૩ કરવામાં આવેલ છે તેનો અમલ હાલ તુરંત મુલત્વી રાખો તેમજ ધંધા રોજગારની સ્થિતિ વ્યવસ્થિત થાય ત્યારબાદ વેરાનો ફેર વિચારણા કરી અને વેરાના દર નવેસરથી નક્કી કરવામાં આવે તેવી અમારી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળની માગણી છે.

તેમજ હાલમાં કોરોના મહામારીના સમય માં આર્થિક મહામંદી ભયંકર હોયનો વેરો તા. ૧૮નો સાધારણ સભામાં ઠરાવ નંબર ૨૩ અમોને માન્ય નથી તેમજ વેરાનો દર નક્કી કરવામાં આવેલ છે તે પણ અમોને માન્ય નથી આ સાથે અમે બંને માટે અમારા વાંધા વિરોધ નોંધાવી એ છીએ જે બાબતે યોગ્ય ન્યાય આપવા બાબતે રજૂઆત કરી હતી.

આ સમયે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીએ એ જણાવેલ કે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળની રજૂઆત અમોને મળી છે અને આવનારી સાધારણ સભામાં આ બાબતમાં વાંધા અરજી અમે રજૂ કરશું.

(11:55 am IST)