Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

તળાજા મામલતદાર કચેરી જ કોરોના વકરાવનાર કચેરી બની રહે તે હદે જામે છે ભીડ

હજારો લોકો આવ્યા ટેસ્ટ માત્ર ૮ વ્યકિતએ કરાવ્યા! બે સ્થળો પર થાય છે સ્વૈચ્છિક ટેસ્ટ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૩ : તળાજા શહેર ની મધ્યે અને અહીંની મામલતદાર કચેરી ખાતે તાલુકા બ્લોક હેલ્થ કચેરી દ્વારા જે વ્યકિત ને સ્વેચ્છાએ કોરોના નોંટેસ્ટ કરાવવો હોય તે કરાવી શકે તે માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.પણ લોકો કોરોના ને લઈ અતિશય બે દરકાર હોય તેવા દ્રશ્યો ખુદ મામલતદાર કચેરીમાંજ જોવા મળે છે.

રાજયના મુખ્યમંત્રી એ લોકોને કોરોના પ્રત્યે જાગૃત બનાવ અપીલકરી હતી.મુખ્યમંત્રી એ સ્વયં કોરોના ટેસ્ટ કરાવ્યાના ફોટાઓ લોકો સામેથી ટેસ્ટ કરાવે તે માટે પ્રસિદ્ઘ કરાવ્યા. તેમ છતાંય તળાજા વાસીઓ ખાસ કરીને ગ્રામ્ય પંથકના લોકોમાં કોરોના ના ટેસ્ટિંગ બાબતે જાગૃતતા નો અભાવ જોવા મળી રહ્યો છે.

બ્લોક હેલ્થ કચેરીના અધિકારી કે.ડી સરવૈયા એ જણાવ્યું હતુંકે આરોગ્ય વિભાગ દ્વારા બજરંગદાસબાપા ચોકમાં રેપીડ કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરવાની જાહેર કાર્યવાહીશરૂ કરી છે.એ ઉપરાંત મામલતદાર કચેરીના મેદાનમાં પણ ટેસ્ટિંગ કાર્યવાહી શરૂ કરી છે.સ્વૈચ્છિક રીતે લોકો ટેસ્ટિંગ કરાવી શકેછે.

મામલતદાર કચેરી ખાતે દરરોજ ના હાજરેક વ્યકિત ની આવન જાવન હશે તેમાંય ખાસ ગ્રામ્ય પંથકમાંથી તેમ છતાંય ત્યાં માત્ર આઠ વ્યકિતઓએ જ સ્વેચ્છાએ ટેસ્ટ કરાવ્યા હતા. બજરંગદાસ બાપા ચોકમાં પ્રમાણમાં ઠીક થાય છે.

ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ બેદરકારી દાખવતા જોવા મળ્યા.જયાંથી કાયદાનું પાલન કરાવવા નજ જવાબદારી છે તે ડે. કલેકટર મામલતદાર કચેરી ખાતે નીકળતા વિવિધ દાખલાઓ લેવા માટે લોકો બારીએ ટીંગાતા,એકબીજાને અડી અડી ટોળે વળેલાં જોવા મળ્યા હતા. અહીં જી.આર.ડી ના જવાનો સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેમાટે મુકવામાં આવ્યા છે. તેમ છતાંય અહીં કોરોના નો ચેપ વકરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.મામલતદાર કચેરી જ કોરોના વકરાવનાર કચેરી બની તે હદે ભીડ અહીં એકથી થાય છે.

(11:50 am IST)