Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

મેંદરડા ખૂન કેસના ગુન્હામાં ફરાર કેદી દેલવાડામાંથી પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્કવોડ

જૂનાગઢ,તા.૨૩: મેંદરડા પો.સ્ટે. ગુ.ર.ન. ફસ્ટ . ૩/૨૦૧૪આઇપીસી  ૩૦૨દૃ ૩૬૫.૨૦૧.૧૧૪,જી.પી.એકટ ૧૩૫ મુજબનાગુન્હામાં સંડોવાયેલ આરોપી સંજય ઉર્ફે સાંગો વલ્ભભાઈ પરમાર ઉ.વ.૨૪ રે.નાનીખોડિયાર તા.મેંદરડા વાળો ગઇતા. ૧૬/૭/૨૦૨૦ ના રોજ દિન ૧૦ના વચગાળા જામીન મંજૂર કરાવી મુકત થયેલ હતો મજકુર આરોપીને તા.૨૭/૭/૨૦૨૦ ના રોજ જૂનાગઢ જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ જે હાજર ના થઇ ફરાર થઇ ગયેલ હતો અને પોલીસની પકડથી જુદી જુદી જગ્યાએ ભાગતો ફરતો રહેતો હતો પેરોલ ફર્લો સ્કોડ ટીમને ખાનગી રાહે હકીકત મળેલ કે મજકુર આરોપી ઉના દેલવાડા વિસ્તારમાં રહે છે અને સાંજ ના સમયે દેલવાડારોડ ઉપર આવેલ ન્યુ મિલન પાનના ગલ્લે નિયમિત આવે છે તેવી હક્કિત મળતા તે જગ્યાએ વોચ મા રહેતા મજકુર આરોપી ત્યાથી મળી આવતા મજકુર આરોપી ને હસ્તગત કરી જૂનાગઢ લાવી જિલ્લા જેલમાંખાતે સોપવામાં આવેલ છે.

આમ, શ્રી રવી તેજા વાસમ શેટ્ટી પોલીસ અધિક્ષક જૂનાગઢ નાઓની સુચનાથી આર.કે.ગોહીલ પો.ઈન્સ. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢ નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્ર્લા સ્કવોર્ડની ટીમ દ્વારા ગુમ અપહરણ થયેલ બાળકો શોધવાની તથા નાસતા ફરતા આરોપીને જેલ ફરારી આરોપી પકડવાની સ્પેશયલ કામગીરી સોપેલ હોય જે અંગે જેલ ફરારી વચગાળાના જામીનપર છુટેલ ભાગેડુ આરોપી ને શોધી કાઢેલ.છે.

(11:47 am IST)