Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભૂજ : પત્નિ પાસે પર્સનલ ફોન મળતાં થયેલ ઝઘડા બાદ પતિએ જીવ દીધો

ભૂજ,તા.૨૨ : મોબાઈલ ફોન હવે આપણી અંગત જિંદગી સાથે સંકળાઈ ચુકયા છે. ત્યારે તેનો અવિવેકપુર્ણ ઉપયોગ અનેક લોકોને હતાશા, પારિવારિક ઝઘડાઓ અને અન્ય વેબસાઇટો, ગેમિંગ ઇત્યદિના આદિ બનાવી આત્મહત્યા તરફ ધકેલી દે છે. આવા બનાવો અત્યારે વધી રહ્યા છે. ભુજના ઝુરા ગામે પત્નિ પાસે મળી આવેલા પર્સનલ મોબાઈલ ફોન બાબતે બંને વચ્ચે થયેલ ઝઘડા બાદ પતિએ જીવ દઈ દેતાં નાનકડા એવા ઝુરા ગામમાં અરેરાટી છવાઇ ગઈ છે.

 વિગત પ્રમાણે ઝુરાના મોરાવાસમાં રહેતા ચંદુલાલ જોગી અને તેની પત્નિ વચ્ચે પત્નિ પાસેથી મળી આવેલ પર્સનલ મોબાઈલ ફોન બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ ચંદુલાલે આ બાબતે પોતાના સાસરિયાને જાણ કરી હતી. જેને પગલે તેના સાસરિયાઓ ઘેર આવી પત્નિને માવતરે લઈ ગયા હતા. જોકે, પત્નિ માવતરે ગયા બાદ પતિ ચંદુલાલ જોગીએ ગુમસુમ થઈ ગયેલા પતિએ ગળે ફાંસો ખાઇ પોતાનો જીવ દઈ દીધો હતો. આત્મહત્યાના બનાવની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:44 am IST)