Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ભુજમાં ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા ૩ ઝડપાયા

ભુજ તા. ર૩ :.. સ્ટેશન રોડ ભુજ ખાતે ક્રિષ્ના ચેમ્બર્સના ત્રીજા માળે ઓફીસ નં. ૩૦૩ માં બાદલભાઇ પરષોતમભાઇ ઠકકર નાઓ હાલે ચાલતી ઇન્ડીયન પ્રિમીયમ લીંગની ર૦-ર૦ મેચ ઉપર ઓનલાઇન મો. ફોનથી આઇડી મારફતે મેચ ઉપર હારજીતનો સટ્ટો રમી રમાડે છે તેવી બાતમી હકિકત મળતા રેઇડ કરતા (૧) રોકડા રૂપિયા ૧૧ર૬૦, (ર) મો. નં. ૩ કિંમત રૂ. ૧૦,પ૦૦ (૩) સોની કંપનીનું કલર ટીવી જેની કિંમત રૂ. ૧પ,૦૦૦ (૪) એરટેલ કંપનીનું સેટઅપ બોક્ષ નંગ ૧ કિ. રૂ. પ૦૦, (પ) રીમોટ નંગ-ર, કિંમત રૂ. ર૦૦, એમ કુલે રૂપિયા ૩૭૪૬૦ ના ક્રિકેટ સટ્ટાનો મુદામાલ સાથે (૧) બાદલભાઇ પરષોતમભાઇ ઠકકર રહે. હાઉસીંગ બોર્ડ, રઘુવંશીનગર, (ર) પરેશભાઇ નરભેરામ વડોર રહે. હિગલાજ ચોક, જેષ્ઠાનગર (૩) જગદીશભઇ દયાલજી પરમાર રહે. મુંદરા રિલોકેશન સાઇટને ઝડપી લીધા હતાં.

આ કામગીરીમાં પો. સ. ઇ. પી.કે. ઝાલા તથા એ. એસ. આઇ. નરેન્દ્રભાઇ યાદ, પો. હેડ કોન્સ. બળભદ્રસિંંહ રાણા, પો. હેઙ કોન્સ. ગીરીશભાઇ પ્રતાપભાઇ રાયગોર તથા પો. કોન્સ. અનિરૂધ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતાં.

(11:42 am IST)