Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

પોરબંદર જિલ્લા સેવા સદન-૧માં રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલો માટે અલગ રૂમ ફાળવવા માગણી

રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટી દ્વારા કલેકટરને રજુઆત

પોરબંદર તા.ર૩ : રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી પ્રમુખ એડવોકેટ મહેશભાઇ નાંઢાની આગેવાની હેઠળ કલેકટરને રજુઆતમાં રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલોને જીલ્લા સેવા સદન-૧ માં બારરૂમ ફાળવી આપવા માગણી કરી હતી.

શહેરમાં રેવન્યુને લગતી પ્રેકટીસ કરતા વકીલશ્રીઓ ઘણા છે જેઓ દસ્તાવેજ નોંધણી, મામલતદાર, નાયબ કલેકટર તથા કલેકટર, સીટી સર્વે ઓફીસ તથા અન્ય અનેક ઓફીસમાં વકીલો કામ કરે છે. અને તે માટે વકીલોને ફસ થવાની કે ઉઠવા બેસવાની કે પોતાનું કામ શાંતીથી અને વ્યવસ્થીત રીતે વકીલાતના વ્યવસાયની ગરીમા જળવાય તે રીતે કરી શકે તેવી કોઇ જગ્યા નથી કે તેમને તેવી કોઇ જગ્યા આજદીવસ સુધી ફાળવવામાં આવેલ નથી. વકીલઓ પોતાનું કામ લોબીમાં ઉભાઉભા કરવુ પડે છે અને કોઇની રાહ જોવી હોય અથવા કામમાં વારો આવે તેમ ન હોય તો બહાર જીલ્લા સેવા સદનની સામે ખુલ્લામાં બેસીને કલાકો સમય પસાર કરવો પડે છે વકીલો પોતાના વ્યવસાયની ગરીમા જાળવી શકતા નથી તેમ રજુઆતમાં જણાવેલ છે.

(11:35 am IST)