Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ધોરાજીમાં કોરોનાનો વિસ્ફોટ ૧૦૦૦ને પાર કરતો આંક : બે દિ'માં ૩૯ કેસ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૩ : ધોરાજીમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે બે દિવસમાં ૩૯ કેસ કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂકયા છે અને આંકડો એક હજારને પાર થઇ ચૂકયો છે દસમી સદી કોરોનાએ વટાવી ચૂકી છે.

ધોરાજીમાં કોરોના એ વિસ્ફોટ સજર્યો છે ત્યારે કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ આઇસોલેશ એટલે કે ઘરમાં જ રહેવાની છૂટ આપી છે ત્યારે સૌથી વધુ સંક્રમણ ઊભું થયું છે અને કેસ વધવા લાગ્યા છે ત્યારે જિલ્લા કલેકટરે જે છૂટ આપી છે તે તાત્કાલિક અસરથી છૂટ બંધ કરવી જોઈએ અને હોસ્પિટલમાં અથવા તો અન્ય સ્થળોએ પણ કોરોના પોઝિટિવ દર્દીને રાખવાની અને કેર કરવાની વ્યવસ્થા તાત્કાલિક કરવી જોઈએ જેથી કરીને કોરોનાનું પ્રમાણ ઘટી શકે.

હવે ધોરાજી સરકારી હોસ્પિટલમાં તેમજ ખોડલધામ સમિતિ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને સાચવવાની વ્યવસ્થા કરી છે તો તેમાં પણ તંત્ર તાત્કાલિક અસરથી વ્યવસ્થા કરવી જોઈએ.

ધોરાજી માં કોરોનો વાયરસ પોઝિટીવ કેસ ૧૦૦૦ ઉપર આંકડો પહોંચી ગયો છે. દસમી સદી ફટકારી દીધી છે અને હજુ દરરોજ કેસ વધી રહ્યા છે. આવા સમયમાં તંત્રએ પણ તાત્કાલીક અસરથી પગલા લેવા જોઈએ.

(11:31 am IST)