Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

જામનગર જિલ્લાના કોંગ્રેસના પ્રભારી હાજી જુમા રાયમા ત્રણ દિ'ના પ્રવાસે

આજે અને કાલે સાંજે કાર્યકરોને રજૂઆત માટે અલગથી પણ મળશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૩ : પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને કચ્છ જિલ્લા કોંગ્રેસના સક્રીય આગેવાન હાજી જુમા રાયમા આજથી ત્રણ દિવસ માટે જામનગર જિલ્લાના પ્રવાસે છે.

'અકિલા'ને તેમણે આપેલી માહિતી અનુસાર અત્યારે જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારી તરીકે તેઓ જામનગર, કાલાવાડ અને લાલપુર મધ્યે સ્થાનિકે કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. આજે બુધવારે જામનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે.

કાલે ગુરૂવારે સવારે કાલાવાડ મધ્યે અને પરમ દિ શુક્રવારે સવારે લાલપુર મધ્યે જિલ્લા કોંગ્રેસ આયોજિત કાર્યક્રમોમાં હાજરી આપશે. જે કાર્યકરો કે આગેવાનો તેમને રજુઆત માટે મળવા માંગતા હોય તેઓ આજે ૨૩ અને કાલે ૨૪ તારીખે સાંજે ૪ થી ૬ વાગ્યા વચ્ચે હોટેલ અનાયા બેકનમાં તેમને મળી શકશે એવું હાજી જુમા રાયમાએ જણાવ્યું છે.

(11:53 am IST)