Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

એસઆરસીના કર્મચારીઓના ટેસ્ટ કરાશેઃ SRCના એક અને ડીટીપી કંડલાના એસ્ટેટ વિભાગની મહિલા કર્મચારીનો રીપોર્ટ પોઝીટીવ આવતા લેવાયો નિર્ણય

ગાંધીધામઃ એસઆરસીના તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવશે. એસ.આર.સી.ના એક અને ડીટીપી કંડલાના એસ્ટેટ વિભાગના મહિલા કર્મચારીનો રીપોર્ટ પોઝીટીવ આવતા તમામના રીપોર્ટ કરવાનો નિર્ણય કરાયો છે.

આ અંગેની વિસ્તૃત વિગતો જોઇએ તો ગાંધીધામ-કંડલા સંકુલના બે મુખ્ય આર્થીક પાયા સમાન સંસ્થામાં પણ હવે કોરોનાની મહામારી  બરાબરની ઘર કરી રહી હોવાની સ્થિતી સામે આવવા પામી રહી છે. આવુ એટલા માટે કહેવાઈ શકે કે, દીનદયાલ પોર્ટ  ટ્રસ્ટ કંડલામાં હવે એસ્ટેટ વિભાગમાં કોરોનાએ દેખા દઈ દીધી છે. કહેવાય છે કે, અહીના એસ્ટેટવિભાગના એક મહીલા  કર્મચારીનો રીપોર્ટ ગત રોજ પોઝીટીવ આવતા તેઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે અને સારવાર હેઠળ છે. તો  વળી બીજીતરફ સિંધુ રિસેટલમેન્ટ એસઆરસી ભવનના પણ એક કર્મચારી કોરોના પોજીટીવ આવ્યા હોવાનુ માલુમ  પડી રહ્યુ છે.આ બાબતે પ્રાપ્ત થતી વધુ વિગતો અનુસાર એસઆરસીના એક કર્મચારી પોજિટીવ આવતા તકેદારીના  ભાગરૂપે હવે તમામ કર્મીઓના કોરોનાના ટેસ્ટ કરવામા આવનારા છે તો વળી તકેદારીની પ્રક્રીયા અનુરૂપ જ  એસઆરસી ભવનને પણ સેનેટાઇજ કરવામા આવનાર છે અને તે હેતુસર જ ભવન બંધ રાખવામા આવશે. આધારભુત  સુત્રોમાથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એસઆરસીના કર્મચારી તેઓની કોરોના સંક્રમિત માતાના સંપર્કમાં આવ્યા  હોવાથી તેમને પોજિટીવ રીપોર્ટ આવ્યો હોવાનુ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યુ છે. એસઆરસી દ્વારા હવે તાકીદ અને  તકેદારીના જ ભાગરૂપે સૌરભ ગેસ્ટહાઉસ ખાતે તમામ કર્મચારીઓના ટેસ્ટ કરાવશે.બીજીતરફ એસઆરસીના મેનેજર શ્રી  સાજનાનીનો ફોન નેટવર્ક કવરેજ એરીયાથી બહાર જ આવતો હોવાથી તેઓની પ્રતિક્રીયા આ બાબતે મેળવવાનો પ્રયાસ  વિફળ નીવડયો છે તો ડીપીટીના પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણીને પુછતા તેઓએ જણાવ્યુ હતુ કે, ત્રણ દિવસ પહેલા  ડીપીટીના એસ્ટેટ વિભાગના એક મહીલા સુપ્રીટેન્ડેન્ટનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેઓ હોસ્પિટલમાં સારવાર  હેઠળ છે. કોરોનાના પ્રોટોકોલ અનુસારની પ્રક્રીયા કરવામા આવી છે તો વળી એસ્ટેટ વિભાગમાં આ મહીલા  સુપ્રીટેન્ડેન્ટના સંપર્કમાં આવેલા પાંચથી સાત જેટલા કર્મચારીઓને હોમકવોરેન્ટાઈન કરવામા આવ્યા હોવાનુ જણાવ્યુ  હતુ.     

(9:52 am IST)