Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

અલંગ નજીકના મીઠી વીરડીના દરિયા કિનારેથી માનવ કંકાલ મળ્યો

ભાવનગર તા.૨૩ : તળાજા તાલુકાના અલંગ મરીન પોલીસ મથક નીચે આવતા મીઠી વીરડી ના દરિયા કિનારે થી આજે પોલીસ ને એક અતિ કોહવાઈ ગયેલ માનવ લાશ મળી હતી.શરીર સાથે વસ્ત્રોનું પણ અસ્તિત્વ નહોય પહેરેલા બુટ મોજા ને આધારે પોલીસે તપાસ હાથ ધરી છ.

મરીન પોલિસ મથકના બીટ જમાદાર દિનેશ માયડા ને સવારે ૮ કલાકે મીઠી વીરડી ના દરિયા કિનારે માનવ લાશ પડેલ હોવાની જાણ થતાં લાશનો કબજો લઈ ભાવનગર ફોરેન્સિક લેબમાં પી.એમ માટે લાશને મોકલી આપેલ.લાશ કંકાલ સ્વરૂપે હતી. શરીર આખુંય ખવાઈ ગયુ હતુ. વસ્ત્રો પણ નહતા.પણ કંકાલ પરથી સફેદ બુટ જેમાં લીલા અને લાલ કલરની પટ્ટી ઓ છે.કથાઈ કલરના મોજા પહેરેલ છે.તે પોલીસે કબ્જે લીધા છે. કંકાલ સચવાઈ તેમનહોય અંતિમ વિધિ કરી નાખવામાં આવી છે.પોલીસ માટે કંકાલ કોનું છે તેની તપાસ માટે મળેલ બુટ મોજા જ આધાર છે.

(3:43 pm IST)
  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST

  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST