Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

માંગરોળ અને કેશોદ પંથકમાં જુગાર દરોડા-ર૦ જુગારી શખ્સોની ધરપકડ

રોકડ સહિત રૂ.પ૮ હજારનો મુદામાલ કબ્જે

જુનાગઢ, તા. ર૩ : માંગોળ અને કેશોદ પંથકમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડીને ર૦ જુગારી શખ્સોની રૂ. પ૮ હજારની વધુના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

માંગરોળના સુલતાનપુર ગામે નવા પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ આર.જે. રામે સ્ટાફ સાથે દરોડો પાડયો હતો.  જેમાં પોલીસે ભરત જીવા ચાવડા, બાબુ પાલાભાઇ ચાવડા, દિનેશ લાખાભાઇ  ડોડીયા, નાથા ગોવિંદ ચાવડા સહિત ૧૪ જણાને રૂ. ૧૧,પ૬૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતા. આ ઉપરાંત કેશોદના પોલીસ જમાદાર પી.જે. ડાભીએ પાડોદર ગામની સીમમાં કમલેશ ખીમાભાઇ શામળાના ખેતરના શેઢે લેમ્પના અજવાળે જુગાર રમતા કમલેશ શામળા, કરશન વીરા શામળા, પરબત કળાભાઇ સોલંકી સહિત છ શખ્સોને રૂ. ૪૭ હજારના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી છે.

(3:42 pm IST)
  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST