Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મોરબીના મહેન્દ્રનગરમાં પાણી પ્રશ્ને મહિલાઓ વિફરીઃ ગ્રામ પંચાયત કચેરીએ બેડા સાથે હોબાળો

મોરબી તા. ર૩ :.. મોરબીના મહેન્દ્રનગર ગામે છેલ્લા ૩૦ દિવસથી પાણી ન આવતા  મહિલાઓ વિફરી હતી અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું બેડા સરઘસ સાથે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કચેરીએ દોડી ગઇ હતી. અને થાળીનાદ સાથે ગ્રમા પંચાયત કચેરીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જેેન પગલે તલાટી મંત્રીએ આ પાણી પ્રશ્ને યોગ્ય પગલા લેવાની ખાતરી આપી હતી.

મોરબી નજીક આવેલા મહેન્દ્રનગર ગામે છેલ્લા ૩૦ દિવસથી છતે પાણીએ પીવાના પાણીની સમસ્યા સર્જાય હતી. જેમાં ૩૦ દિવસથી પાણી ન આવતા આજે મહેન્દ્રનગર ગામની મહિલાઓની ધીરજનો અંત આવી ગયો હતો અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું બેડા સરઘસ સાથે મહેન્દ્રનગર ગ્રામ પંચાયત દોડી ગયું હતું અને મહિલાઓએ થાળીનાદ કર્યો હતો. તેમજ ગ્રામ પંચાયત કચેરીના ટેબલ પર થાળીનાદ જેવો પ્રહાર કરતા ટેબલ પરના કાચ ફુટી ગયા હતાં. મહિલાઓએ પાણી પ્રશ્ને ઉગ્ર સુત્રોચ્ચાર સાથે ભારે દેખાવો કર્યા હતાં. મહિલાઓએ આક્રોશભેર રજૂઆત કરી હતી. કે, મહેન્દ્રનગર ગામે છેલ્લા ૩૦ દિવસથી પાણી આવતું નથી અને તંત્ર સતત ઉઠા ભણાવતું હોવાથી આજે આ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જયારે ગામના અગ્રણી અને જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઇ ગામીએ જણાવ્યું હતું કે, ૩૦ દિવસથી પાણી ન આવતા ગામલોકો અને અબોલ પશુઓને પાણી વિના તરફડીયા મારે છે. ગામની વસ્તી આશરે ૯થી ૧૦ હજારની છે. આ વસ્તી માટે બે પાણીના ટાંકા છે. જેમાં એક પાણીના ટાંકામાં પાણી આવે છે અને બીજા ટાંકામાં પાણી આવતું નથી. ત્યારે મહિલા સરપંચ એવું બહાનું બતાવે છે કે, નઝરબાગ પાસે આવેલ પાણીના સંપમાં પંપ ખરાબ થઇ ગયો છે એટલે પાણી આવતું નથી. ૩૦ દિવસ સુધી પાણીનો પંપ ખરાબ હોય એવું બહાનું પોકળ છે. જો પંપ ખરાબ હોય તો તેમને તાત્કાલીક રીપેર કરવો જોઇએ. ત્યારે આજે મહિલાઓએ હલ્લાબોલ કરતા તલાટી મંત્રીએ પાણી પ્રશ્ને યોગ્ય પગલા લેવાનીખ ાતરી આપી મહિલાઓનો રોષ શાંત પડયો હતો.

(4:18 pm IST)