Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સુરેન્દ્રનગર જિ.માં ૧૨૭૦ દર્દીઓની બીન ચેપી રોગોની તપાસ-MCD સ્કીનીંગ ટેસ્ટ કરાયું

આયુષ્યમાન ભારત પખવાડીયાની ઉજવણી અંતર્ગત

સુરેન્દ્રનગર,તા.૨૩:મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરની  યાદીમાં જણાવ્યા મુજબ આયુષ્માન ભારત – ' પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' ને  એક વર્ષ પૂર્ણ થયેલ છે. ભારત સરકારે સમગ્ર દેશમાં આયુષ્માન ભારત પખવાડીયા તરીકે ઉજવવાનુ નકકી કરેલ છે. આ પખવાડિયુ ઉજવવાનુ મુખ્ય ઉદેશ યોજનામા આપવામાં આવતાં લાભોના પ્રચાર – પ્રસાર દ્વારા જન જાગૃતિ ફેલાવવા સાથે લાભાર્થીઓને સંપૂર્ણ માહિતી મળી રહે અને વધુમાં વધુ યોજનાનો લાભ લઈ શકે તેવો રહેલ છે.

 

આયુષ્માન ભારત પખવાડીયા ઉજવણીના ભાગરૂપે નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ  કેન્સર, ડાયાબિટીસ, સી.વી.ડી. એન્ડ સ્ટ્રોક (NPCDCS) અંતર્ગત જીવનશૈલી આધારિત થતાં બિન ચેપી રોગો જેવા કે, ડાયાબિટીસ, હધ્યરોગ, લોહીનું ઉંચુ દબાણ(બી.પી.), મગજનો લકવા, મેદસ્વિતા, શ્વસન તંત્રના રોગો, માનસિક રોગો, મોંઢા, સ્તનના, ગર્ભાશયનાં શંકાસ્પદ કેન્સર જેવા રોગોના અટકાવ, નિયંત્રણ, નિવારણ, જોખમી પરીબળોના મુલ્યાંકન માટે જિલ્લા એન.સી.ડી.સેલ, સુરેન્દ્રનગર આયોજિત અને તાલુકાનાં એન.સી.ડી. કલીનીક અને આયુષ કલીનીકના સંયુકત ઉપક્રમસુરેન્દ્રનગર સમાજ સુરક્ષા ખાતુ, બહુમાળી ભવન, સાયલા મામલતદાર કચેરી, લીંબડી એસ.ટી ડેપો, ટીકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોજીદડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ધ્રાંગધ્રા હોમગાર્ડ યુનિટ, સારસણા પ્રાથમિક શાળા, સાંકળ સબ સેન્ટર સાકળ, વઢવાણ સતગુરૂ મહિલા વિકાસ ટ્રસ્ટ, પાટડી નગરપાલિકા, નાવા પ્રાથમિક શાળા, અને રાણાગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર, ખાતે નિઃશૂલ્ક બિન – ચેપી રોગોની તપાસ, સંભાળ અને માર્ગદર્શન કેમ્પ યોજવમાં આવેલ હતા.

તમામ કેન્દ્રો ખાતે જીવનશૈલી આધારીત થતા બિન ચેપી રોગોનાં પ્રાથમિક લક્ષણોની આ નિદાન કેમ્પમાં નિષ્ણાંત મેડિકલ ઓફીસર, ડેન્ટીસ્ટ, રીસર્ચ એશોસીએટ, યોગા ઈન્સ્ટ્રકટર, કાઉન્સીલર, સ્ટાફ નર્સ, ઈન્સ્ટ્રકટર તથા મેડીકલ ટીમ ધ્વારા કુલ – ૧ર૭૦ (પુરૂષ–૭૦૧, સ્ત્રી–પ૬૯)  લાભાર્થીઓનું સ્કીંનિંગ કરવામાં આવતાં  શંકાસ્પદ ડાયાબીટીસના – ૮ર ,બ્લડ પ્રેસરના – ૯ર ,ડાયાબીટીસ – બી.પીના – ર૦, હ્રદય રોગના – ૦૧  મેદસ્વીતાના – ૪૮ ,ઓરલ કેન્સરના  – ૦૪, ક્રોનિક ઓબ્સ્ટ્રકટીવ પલ્મોનરી ડીસીઝના – ૧૦ શંકાસ્પદ બિનચેપી રોગોના કેસો નોંધાયા હતા જે તમામને વધુ નિદાન અર્થે સંબંધિત એન.સી.ડી. કલીનીક ખાતે રીફર કરવામાં આવેલ. આ ઉપરાતં ૭૯૬ લાભાર્થીઓને કેમ્પ સ્થળ ઉપર યોગ ક્રિયાઓ, વિવિધ યોગ આસનો કરાવવામાં આવેલ તેમજ તમામ શંકાસ્પદ બિનચેપી રોગોના લાભાર્થીઓને ભવિષ્યમાં રોગ કાબુમાં રાખવા તથા તેના માટેની લેવાતી થતી વિવિધ કાળજી માટે કાઉન્સીલીંગ કરવામાં આવેલ.   

આ કેમ્પમાં પાટડી ખાતે નગરપાલિકા પ્રમુખશ્રી સુરેખાબેન પટેલ,  વઢવાણ ખાતે નાયબ મામલતદાર વી.પી.પારધી, રાણાગઢ ખાતે અધિક્ષક ર્ડા.એન.એચ.મિસ્ત્રી, લીંબડી ખાતે ડેપો મેનેજર  ડી.એમ.પરમાર, ચુડા ખાતે સરપંચ શ્રીમતિ ઈન્દુબા જાદવ, અને તાલુકા હેલ્થ ઓફીસર ડો.બી.એમ. વાઝા સાયલા ખાતે મામલતદારશ્રી જી.એમ.મહાવેદીયા, થાનગઢ ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.સી.એમ..પટેલ, ધ્રાંગધ્રા ખાતે કમાન્ડર શ્રી રદ્યુભા ઝાલા, સુરેન્દ્રનગર ખાતે સમાજ સુરક્ષા અધિકારીશ્રી જીતેન્દ્ર મકવાણા સહિત અધિકારીશ્રી અને પદાધિકારીશ્રી ઉપસ્થિત રહયા  હતા.

(1:07 pm IST)