Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

વેસ્ટ કોટનની બોરીઓની આડમા દારૂની હેરાફેરીઃ માલવણ પાસે દરોડો

આયસર ગાડી સહિત રૂ. ૧૬.૬૬ લાખના મુદામાલ સાથે ૪ ઝડપાયા

વઢવાણ તા. ર૩ :.. પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ ડી. એમ. ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ. સી. બી. સુરેન્દ્રનગરને સુચના આપેલ. જે અન્વયે સચોટ બાતમી તથા માર્ગદર્શન મુજબ એલ. સી. બી. ટીમ દ્વારા આઇસર ગાડી નં. એચ. આર. પ૬-એ-૧૩૮૭ વાળીને ચાલક તેની ટ્રકમાં ગે. કા. વગર પાસે પરમીટે ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે.

તે ટ્રકનું પાયલોટીંગ સીલ્વર કલરની મારૂતી સુઝૂકી અલ્ટો કાર નં. એચ. આર. ર૬-એઆર-૯૬૮ર વાળીનો ચાલક તથા તેની સાથેના સાગ્રીતો કરી સદર વિદેશી દારૂ ભરેલ આયસર તથા પાયલોટીંગ વાળી અલ્ટો કાર એમ તમામ અમદાવાદ - કચ્છ નેહા રોડ ઉપર વિરમગામથી ધ્રાંગધ્રા તરફ જનાર છે. તેવી ચોકકસ બાતમી હકિકત મેળવી માલવણ ટોલટેકસ નજીક હાઇવે ઉપર વોચ ગોઠવી આઇસર ગાડી નં. એચ. આર. પ૬-એ-૧૩૮૭ વાળીમાં વેસ્ટ કોટન ભરેલ પ્લા. ની બોરીઓની આડમાં ગે. કા. પાસ પરમીટ વગર પરપ્રાંતિય ભારતીય બનાવટની વિદેશી દારૂનો મોટો જથ્થો છૂપાવી નીકળતા આરોપી ડ્રાઇવર વિનોદકુમાર મોમનરામ જાતે. ગૌસ્વામી ઉ.રપ ધંધો ડ્રાયવીંગ રહે. ભેરી અકબરપુર (૧૧૪) સરકારી સ્કુલ પાસે, તા. અકલાના મંડી જી. હિસ્સાર હરયાણા વાળાને આયસર ગાડી સાથે પકડી પાડી, તેમજ સદર આયશરનું અલ્ટો કાર નં. એચ. આર. ર૬-એઆર ૯૬૮ર કિ. રૂ. ૧,પ૦,૦૦૦ થી પાયલોટીંગ કરનાર આરોપી અનિલ બુધ્ધરાજ નારાયણદત શર્મા જાતે. પંડિત ઉ.૩ર ધંધો. મજૂરી રહે. સાજપુર શિવજીના મંદિર પાસે, તા. બાપોલી જીપાનીપત હરયાણા તથા આરપી રમેશકુમાર શ્રીરામકુમાર, શ્રીમોલુરામ શર્મા જાતે. બ્રાહ્મણ ઉ.૪૩ ધંધો પ્રા. નોકરી રહે. છાતર રમનાપટ્ટી નરવાના તા. ઉંચાના જી. જિંદ હરીયાણા તથા જોગીન્દ્ર રામનારાયણ રામશ્રમ જાતે. જાટ ઉ.૩ર ધંધો, ખેતી રહે. કચરાના કલા (૭૮), બસ સ્ટેન્ડની પાસે,  તા. ઉંચાના જી. જિંદ હરયાણા વાળાને પકડી પાડી તમામ આરોપીઓના કબ્જામાંથી રૂ. ૭.૯પ લાખનો તથા ટાટા આયસર નં. એચ. આર-પ૬-એ-૧૩૮૭ કિ. રૂ. ૭,૦૦,૦૦૦ તથા અલ્ટો કાર નં. એચ. આર.-ર૬-એઆર ૯૬૮ર કિ. રૂ. ૧,પ૦,૦૦૦ તથા મો. ફોન નંગ-૪, કી. રૂ. ૧૮,૦૦૦ તથા રોકડા રૂ. ૩૦૬૦ તથા તાડપત્રી કિ. રૂ. તથ રસ્સી કિ. તથા કબ્જે કરેલ વાહનના આર.ટી.ઓ. લગત ડોકયુમેન્ટની ફાઇલ તથા બીલ્ટી કિ. ટોલટેકસની પાવતી કિ. મળી કુલ રૂ. ૧૬,૬ર,૬૬૦ ના મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે. તેમજ સદર વિદેશી દારૂનો જથ્થો આરોપી પ્રવિણ જાટ રહે. સોનીપત હરીયાણા વાળાએ ભરી આપી તેમજ સદર વિદેશી દારૂનો જથ્થો આરોપી કુલદીપસિંહ નવલસિંહ જાડેજા રહે. ગાંધીધામ  સેકટર-૭ પ્લોટ નં. પ૪૭ જી. કચ્છ મુળ રહે. ભરાડા તા. ધ્રાંગધ્રા વાળાએ મંગાવી તમામ આરોપીઓએ વિદેશી દારૂની હેરાફેરી કરી કરાવી., એકબજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય તમામ ઇસમો વિરૂધ્ધ પ્રોહી. ધારા મુજબ બજાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી કરાવી, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલ, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા પો. હેડ કો. વાજસુરભા લાભુભા તથા નીકુલસિંહ ભુપતસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા પો. કો. કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા કલ્પેશભાઇ  જેરામભાઇ તથા ચમનભાઇ જશરાજભાઇ તથા વિજયસિંહ બોરાણા એ રીતેની ટીમ દ્વારા દરોડો પડાયો હતો.

(1:05 pm IST)
  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST

  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST

  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST