Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

મોરબી જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ટ્રાસ્ક સહિતની ફરિયાદોનો નિકાલ

મોરબી,તા.૨૩: જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરી નિકાલ લાવવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં રોડ, રસ્તા, ગટર, ઓવરબ્રીજ, ટ્રાફિક સહિતના વિવિધ મુદ્દાઓનો નિકાલ લવાયો હતો.

જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં શુક્રવારે મળેલ જિલ્લા સંકલન સહ ફરિયાદ બેઠકમાં મોરબી-રાજકોટ સ્ટેટ હાઇવે પર ચાલી રહેલ રસ્તાનું કામ આગામી ૩૧ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવા એજન્સીને તાકીદ કરાઇ હતી. મોરબી શહેરમાં પડેલા ભારે વરસાદ બાદ રોડ-રસ્તા અને પાણી ભરાવા મુદ્દે પણ નગરપાલિકાના ચીફ ઓફિસરે આગામી સમયમાં રસ્તાના કામો મંજૂર થઇ ગયા હોય ટૂંક સમયમાં જ રસ્તાના કાર્યો શરૂ કરવામાં આવશે તે અંગેની માહિતી પૂરી પાડી હતી. ગટરના પાણીના નિકાલ બાબતે સ્પેશિયલ ટીમનું ગઠન કરી કામનું સતત ફોલોઅપ લેવા જિલ્લા કલેકટર જે.બી. પટેલે તાકીદ કરી હતી.

આ બેઠકમાં મોરબીના ઉમિયા સર્કલ અને રવાપર ચોકડી પાસે વધુ ટ્રાફિક પોલીસ મુકવા અને પીક-અપ અર્વસમાં વધુ સુચારુ રૂપે ટ્રાફિક કંટ્રોલ કરવા પણ રજૂઆત કરાઇ હતી. શહેરમાં ભારે વાહનોના પ્રવેશબંધી અંગે જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાદ્યેલાએ સ્થળ પર મુલાકાત લઇ યોગ્ય કરવા ખાતરી આપી હતી. એસ.ટી. બસો મોડી ઉપડતી હોવાની ફરિયાદના અનુસંધાને વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોવા અંગે એસ.ટી. વિભાગને પણ તાકીદ કરાઇ હતી. મોરબી જિલ્લાના હળવદ ખાતે ચાલી રહેલા રીવરફ્રન્ટના કામોમાં કવોલીટી જળવાઇ રહે તે અંગે હળવદના ધારાસભ્ય પરસોત્ત્।મભાઇ સાબરીયાએ રજૂઆતો કરી હતી. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટર કેતન પી. જોષીએ કર્યું હતું.

આ બેઠકમાં સુરેન્દ્રનગર સાંસદ મહેન્દ્રભાઇ મુંજપરા, હળવદ ધારાસભ્ય પરસોત્ત્।મ સાબરીયા, મોરબી ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ટંકારા-પડધરી ધારાસભ્ય લલિત કગથરા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણા, જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાદ્યેલા, નાયબ વન સંરક્ષક એમ.એમ. ભાલોડી, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, વાકાંનેર પ્રાંત અધિકારી એન.એફ. વસાવા, ટંકારા પ્રાંત અધિકારી અનીલ ગોસ્વામી, હળવદ પ્રાંત અધિકારી એચ.જી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.જે. ગોહિલ, જિલ્લા રજીસ્ટ્રાર એસ.જી. રૈયાણી, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.બી. ગજેરા, મોરબી પાલિકા ચીફ ઓફિસર એસ. આર. રાડિયા, વાકાંનેર પાલિકા ચીફ ઓફિસર જી. આર. સરૈયા, ઉપરાંત શિક્ષણ, માર્ગ અને મકાન વિભાગ, રોજગાર, સમાજ કલ્યાણ, જિલ્લા ઉદ્યોગ, જિલ્લાના તમામ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ, એસ.ટી. વિભાગ, જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિજ્ઞાન મેળો યોજાયો

મોરબી તાલુકાની લીલાપર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષા અને બી.આર.સી. કક્ષાનું ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.  પ્રદર્શનના ઉદ્દદ્યાટન સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ એસ.પારેખની  ઉપસ્થિત રહી ઉદ્દદ્યાટન કરી આ પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. 'ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનીકી' મુખ્ય વિષય અંતર્ગત જુદા જુદા પાંચ વિભાગોમાં તાલુકામાંથી કુલ ૩૬ કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકોએ અને માર્ગદર્શક શિક્ષકોએ પ્રદર્શનમાં ભાગ લઈ પોતાની કૃતિની સમજ આપી.

નિર્ણાયક તરીકે અશોકભાઈ કામરીયા, નવીનભાઈ ભેંસદડીયા અને એન.વી. કાચરોલાએ પોતાની સેવા આપી. આ પ્રદર્શનમાં દ્વારા પસંદ થયેલ કૃતિઓ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનના સમાપન અને પ્રોત્સાહન કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર દિપાલીબેન વડગામા અને ઘટક સંદ્યના હોદ્દેદારો તેમજ શિક્ષક શરાફી મંડળીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.ં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને સન્માનિત કરાયા હતા. લીલાપર પ્રા. શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો. શાળાના પૂર્વ શિક્ષિકા ગીતાબેન દેલવાડિયા તેમજ અન્ય દાતાઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા રમેશભાઈ કાલરીયાનું સન્માન થયું. તાલુકાની જુદી જુદી શાળાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, આચાર્ય અને શિક્ષકો પ્રદર્શન નિહાળવા પધાર્યા હતા. મોરબી તાલુકા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ તેમજ કેળવણી નિરીક્ષક અશોકભાઈ વડાલીયા અને લીલાપર ગામના સરપંચ ખાસ ઉપસ્થિત રહ્યાં. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શર્મિલાબેન હુંબલ, બી.આર.સી.કો. ઓર્ડિનેટર સંદિપભાઈ આદ્રોજા અને તમામ સી.આર.સી.કો. ઓર્ડિનેટરઓ તેમજ લીલાપર શાળાના આચાર્ય નિલેશભાઈ પારેજીયા અને શાળા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સમારોહનું સંચાલન દ્યુનડા પ્રાથમિક શાળાના શિક્ષક શૈલેષ ઝાલરિયા દ્વારા કરાયું હતું.

  રોજગાર ભરતી મેળો

મોરબીમાં રોજગાર વિનિમય કચેરીઓ, મોરબી દ્વારા તા. ૨૬/૦૯/૨૦૧૯ ના રોજ મેગા જોબફેર (ભરતી મેળા)નું આયોજન એલ. ઇ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ, સામા કાંઠે મોરબી-૨ ખાતે કરવામાં આવેલ છે. જેમાં મોરબી તેમજ અન્ય જિલ્લાઓના ખાનગી ક્ષેત્રાના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામૂલ્યે પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો, નોન મેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા અને ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા સાથે ભરતીના સ્થળે,નિયત સમયે અને તારીખે ઉપસ્થિત રહેવા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહી કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું.

ખેલ મહાકુંભમાં ઓમશાંતિ  વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઝળકયા

ખેલ મહાકુંભ ૨૦૧૦માંઓમ શાંતિ ઇંગલિશ મીડીયમ સ્કૂલનાં બાળકોએ  ભાગ લીધો હતો અને સિદ્ઘિ પ્રાપ્ત કરી હતી. મહત્વનું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી જિલ્લા લેવલે બેડમિન્ટન યોજાઈ હતી. જેમાં બેડમિન્ટ અંડર ૧૭ ભાઈઓમાં દિનેશ કિશનભાઇ શર્મા બીજા ક્રમે, બહેનોમાં પવિત્રા સિંદ્ય ત્રીજા ક્રમે, સ્કેટિંગ સ્પર્ધામાં ૫૦૦ મીટરમાં બહેનોમાં સુર રાડિયા પ્રથમ ક્રમે આવેલઙ્ગ છે. અંડર ૧૧ સ્કેટિંગ સ્પર્ધામાં ભાઈઓમાં ગૌસ્વામી પ્રિત બીજા ક્રમે અને બહેનોમાં ગ્રીષ્વા પરવાડીયા ત્રીજા ક્રમે આવેલ છે. અંડર-૧૪ સ્કેટિંગ સ્પર્ધામાં ભાઈઓમાં રચિત ચંદારાણા ત્રીજા ક્રમે આવેલ છે. વિજેતા ખેલાડીઓને ટ્રસ્ટી હિંમતભાઈ પટેલ અને ઉદયભાઇ રોકડેએ અભિનંદન પાઠવ્યાં હતાં .

 પદયાત્રી માટે સેવા કેમ્પ

ગ્રીન ચોક આશાપુરા મિત્ર મંડળ દ્વારા આશાપુરા માતાના દર્શને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ ૨૪થી ૨૮ સુધી ભુજ થી ૧૩ કિલોમીટર નજીક દુધઈ રોડ પર પડધર ગામની બાજુમાં દેશ દેવી માં આશાપુરા માતાના દર્શને જતા પદયાત્રીઓ માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રહેવા, જમવા તથા ૨૪ કલાક મેડીકલ સેવા આપવામાં આવશે.

આ કેમ્પને સફળ બનાવવા અશ્વિનભાઈ ઉભડિયા, પ્રફુલભાઈ સોની, મનુભાઈ બરાસરા, પારસ ભાઈ પટેલ અને હિમાંશુભાઈ પારેખ તેમજ આશાપુરા મિત્ર મંડળ જહેમત ઉઠાવી રહ્યા છે.

(1:03 pm IST)
  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • મધ્યપ્રદેશમાં કોર્ટ પરિસરમાંથી જજ લાપતા : ગૂમ થયાનો મામલો નોંધાયો : સતનામાં અદાલત પરિસરમાંથી 35 વર્ષીય ન્યાયધીશ આર,પી, સિંહ લાપતા થયા access_time 1:06 am IST