Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

રિઝવાન આડતીયાના પ૦માં જન્મદિવસ પ્રસંગે

તેમના જીવન પર આધારીત અંગ્રેજીમાં નોવેલ બુક 'રેશુ' મુંબઇની તાજ લેન્ડસ હોટલમાં વિમોચન

રિઝવાન આડતીયાના જીવન પરથી પ્રેરણાત્મક હિન્દી ફિલ્મ 'રિઝવાન' ટુંક સમયમાં રીલીઝ થશે

પોરબંદર તા.ર૩ : પોરબંદરના પનોતા પુત્ર રિઝવાન આડતીયાના પ૦માં જન્મદિવસ પ્રસંગે રિઝવાન આડતીયાના જીવન પર આધારીત અંગ્રેજીમાં નોવેલ બુક 'રેશુ'ના વિમોચન પ્રસંગે મુંબઇનીતાજ લેન્ડસ હોટલમાં યોજાયેલ એક શાનદાર કાર્યક્રમમાં બોલીવુડની દિગ્દર્શક જોડી અબ્બાસ - મસ્તાન, જાણીતા નિર્માતા જયંતીલાલા ગાડા, બોલીવુડ એકટર સંજય છેલ અને ગિલાતાર, લોકપ્રિય અભિનેત્રીઓ અપારા મહેતા, નેહા મહેતા, સુજાતા મહેતા તેમજ ભારતીય પ્લેનેટરી સોસાયટીના અધ્યક્ષ અને પ્રતિભાશાળી ડો. જે. જે. રાવલ અને સુપ્રસિધ્ધ લેખક વર્ષા અડાલજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. રિઝવાન આડતીયાના જીવન ચરિત્ર આધારીત પુસ્તક ગુજરાતી પ્રકાશિત થઇ ચુકયુ છે. જયારે રિઝવાન આડતીયાના જીવન પરથી પ્રેરણાત્મક હિન્દી ફિલ્મ ઓટોગ્રાફ એન્ટરટેટમેન્ટ અને પ્રોડયુશન હરેશ વ્યાસ દ્વારા રિઝવાન આડતીયાની જન્મભુમિ પોરબંદર ઉપરાંત ભારતના જુદા જુદા શહેરો તથા - મોજમ્બીકના મોપુટો કોંગો - કીન્સાસામાં શુટ થયેલી અને શુન્યમાં સર્જન કરી સફળતા મેળવનાર રિઝવાન આડતીયાના જીવન આધારીત ફિલ્મ રિઝવાન ટુંક સમયમાં રીલીઝ થવાનીતૈયારી છે. રિઝવાન આડતીયાના સાચી લાઇફ સ્ટોરી પર આધારીત પ્રેરણાત્મક હિન્દી ફિલ્મ રિઝવાન ટુંક સમયમાં રીલીઝ થવાની તૈયારી છે  જેનું તાજેતરમાં અંધેરી મુંબઇ ખાતે વિશેષ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ઉદ્યોગપતિઓ, ડોકટરો, અભિનેતાઓ, સહિત ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના વિવિધ મહાનુભાવો હાજર હતા. કોઇપણ સામાન્ય વ્યકિત કેવી રીતે સખ્ત મહેનત, જુસ્સો અને સકારાત્મક વિચારસરણની મદદથી તેની કારકિર્દી અને જીવનને મોટી ઉંચાઇએ પહોંચી શકે છે તેનું જીવંત ઉદાહરણ રિઝવાન આડતીયાને અત્યાર સુધી ર૬થી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા છે. રિઝવાન આડતીયા માત્ર એક સફળ ઉદ્યોગપતિ જ નહિ પરંતુ પરોપકારી વ્યકિતત્વ છે અને તેથી જ ચાર વર્ષ પહેલા રિઝવાન આડતીયા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને આ તેની પ્રવૃતિઓ અને પ્રયત્નોથી માત્ર ચાર વર્ષના ટુંકાગાળામાં છ લાખથી વધુ લોકોને લાભ મળ્યો છે, ત્યારે અંગ્રેજીમાં પણ રેસુ નામે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ. આ પ્રસંગે રિઝવાનભાઇ આડતીયાએ રિઝવાન આડતીયા ફાઉન્ડેશન દ્વારા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ૦ હજાર વૃક્ષો રોપવાની પહેલા શરૂ કરવામાં આવી હોવાનું જાહેર કયુ હતુ અને આ પહેલને આગળ ધપાવવા અને સફળ બનાવવા ફાઉન્ડેશન સાથે જોડાયેલ તમામને આહવાન કરી પર્યાવરણ બચાવવા અને પાણી બચાવવાની ઝુંબેશને પણ આગળ વધારવા આહવાન કર્યુ હતુ.

(12:19 pm IST)
  • દિલ્હી અને ગ્રેટર નોઈડામાં પોલીસ અથડામણ : ઈનામી આરોપી સહીત બે ઝડપાયા : ગ્રેટર નોઇડ્સમાં 25 હજારના ઈનામી બદમાશ મનીષની ધરપકડ : દિલ્હીના કૈર ગામમાં નંદુ ગેંગ સાથે પોલીસની અથડામણ access_time 1:05 am IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST