Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જૂનાગઢમાં ર.૬૨ કરોડના ખર્ચે આધુનીક સ્વિમીંગ પુલ બનશે

શહેરના રસ્તાઓ પર પેચવર્ક સહિતની દરખાસ્તોને સ્ટેન્ડીંગ કમીટીની બેઠકની લીલીઝંડી

જૂનાગઢ તા.૨૧ : જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના મુખ્યમાર્ગો પર પેચવર્કની કામગીરી આગામી નવરાત્રી ઉત્સવ પ્રાચીન ગરબી મંડળોને ગરબીના ચોક બનાવવા માટે પ થેલી સિમેન્ટ વિકલ્પે ગ્રીટનુ ટ્રેકટર આપવાનો નિર્ણય આશરે ૨.૬૨ કરોડના ખર્ચે ખેલમહાકુંભમાં ઉપયોગમાં લઇ શકાય તેવી કક્ષાનો સુવિધાસભર અને હયાત સ્વીમીંગપુલને આધુનીક તથા ઓલમ્પીક સાઇઝનો તૈયાર સહિતના વિકાસ કામો મંજુર કરાયા છે.

જૂનાગઢ મનપાના સ્થાયી સમિતિની બેઠકમાં ચેરમેન રાકેશભાઇ ધુલેશીયા, મા.નાયબ કમિ. નંદાણીયા, સદસ્યશ્રીઓ શશીકાંતભાઇ ભીમાણી, ગીરીશભાઇ કોટેચા, મહેન્દ્રભાઇ મશરૂ, સંજયભાઇ કોરડીયા, બાલાભાઇ રાડા, પુનીતભાઇ શર્મા, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ ભીંભા, શિલ્પાબેન જોશી, સરલાબેન સોઢા સહિતના ઉપસ્થિતીનીમાં મળી હતી. જયારે સંકલન સમિતિની બેઠકમાં મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઇ પંડયા, શાસકપક્ષના નેતા નટુભાઇ પટોળીયા તેમજ દંડક ધરમણભાઇ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

જૂનાગઢ મનપા વિસ્તારમાં આવેલ શાળા કોલેજો યુનિ.ના વિદ્યાર્થીઓને આવકારી સરકારી કામકાજનો અનુભવ મળે તેમજ કોઇપણ ચાર્જ સ્ટાઇપેન્ડ વગર તેઓની સેવાને આવકારી પારદર્શીતા લાવવા માટે પ્રયાસો હાથ ધરાશે તે બદલ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અપાશે.

જૂનાગઢ મનપા વિસ્તારમાં આવેલ વિવિધ વિસ્તારની તમામ પ્રાચીન ગરબીઓને પરંપરાગત રીતે ચોક ગરબીનો ઓટો બનાવવા પ થેલી સિમેન્ટ વિકલ્પે ગ્રીટનુ ટ્રેકટર અપાશેે. જૂનાગઢ મહાનગર વિસ્તારમાં રૂ.૨.૬૨ કરોડના ખર્ચે આધુનીક સ્વીમીંગપુલ કે જેમા જીમ્નેશીયમ, યોગાપાર્ક પાર્કિંગ, ઓલમ્પીક સાઇઝનો મલ્ટીફંકશન ઓપન સ્પેશ કમ ગાર્ડન તથા વોટર ફીલ્ટર પ્લાન્ટ સાથે નવા સ્વાંગથી તૈયાર કરવા આશરે રૂ.૨.૬૨ કરોડના ખર્ચે સૈધ્ધાંતીક મંજૂરી આપેલ છે.

જૂનાગઢ શહેરમાં મનપાના હદ વિસ્તારથી ૩૦ કીમી ત્રિજયા સુધીમાં સીએનજી પંપ ન હોઇ જેથી ડીઝલ બસો કે જે ૯૬ બસો મંજુર થઇ હોય તે અંતર્ગતની ટેન્ડરીંગની શરતોને આજરોજની બેઠકમાં મંજુર કરાઇ છે.

અમૃતમ સ્કિમ અંતર્ગત મહાનગરના આદિત્યનગરના તથા અન્ય વિસ્તારોમાં ૬.૪ લાખ લીટરના અન્ડરગ્રાનઉન્ડ સંપ વીથ પંપ હાઉસ, કંપાઉન્ડવોલ તથા આનુષાંગીક મશીનરી માટેની કામગીરી માટે રૂ. ૮૧ લાખના ખર્ચને મંજુરી મળી છે.

જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો તેમજ પીજીવીસીએલ ટેલીફોનીક વિભાગ તથા મનપાની કામગીરી દરમિયાન તૂટેલા માર્ગોના દુરસ્તી કારણ તથા મરામત તેમજ પેચવર્ક સત્વરે હાથ ધરવા માટે આજરોજની બેઠકમાં રૂ.ે૬.૫૦ કરોડની ટેન્ડરીંગ પ્રક્રિયા સહિતની દરખાસ્તોને સ્ટેન્ડીંગ કમીટીની બેઠકમાં લીલીઝંડી અપાઇ છે.

(12:15 pm IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST