Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

હરસિધ્ધી માતાજી ટ્રસ્ટ હડીયાણાના પ્રમુખ તરીકે તેજસ ત્રિવેદી

નવી ટીમ જાહેર : દશેરાએ માતાજીના હવનનું આયોજન : રાજકોટથી બસ વ્યવસ્થા

રાજકોટ : હડીયાણામાં શ્રી હરસિધ્ધી માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના નવા હોદેદારોની વરણી કરવામાં આવતા આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે તેજસ ત્રિવેદી (મો.૯૯૦૪૦ ૦૪૮૩૮) ની વરણી કરાઇ હતી. જયારે મહામંત્રી તરીકે શશીકાંત ત્રિવેદી, ઉપપ્રમુખ તરીકે બ્રિજેશ ત્રિવેદી, સહમંત્રી તરીકે જીજ્ઞેશ ત્રિવેદી, ખજાનચી તરીકે મનોજભાઇ ત્રિવેદી, પ્રચાર પ્રસાર મંત્રી તરીકે રાજ ત્રિવેદી, કારોબારી સભ્યોમાં આનંદભાઇ ત્રિવેદી, અમુલભાઇ ત્રિવેદી, જયદીપભાઇ ત્રિવેદી, સ્મિતલભાઇ ત્રિવેદી, દીપકભાઇ ત્રિવેદી, સલાહકાર તરીકે ટ્રસ્ટના પૂર્વ ટ્રસ્ટીઓ અશોકભાઇ ત્રિવેદી, રાજુભાઇ ત્રિવેદીની વરણી કરવામાં આવી હતી. દરમિયાન આગામી તા. ૮ ના દશેરાના દિવસે હડિયાણામાં માતાજીના હવનનું આયોજન કરાયુ છે. રાજકોટથી હડીયાણા જવા માટે ટોકન દરે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જોડાવા ઇચ્છુકોએ નામ નોંધાવવા જીજ્ઞેશ ત્રિવેદી (મો.૯૬૬૨૨ ૦૦૫૭૫) અથવા રાજ ત્રિવેદી (મો.૯૬૬૨૦ ૧૦૭૧૦) નો સંપર્ક કરવા જણાવાયુ છે.

(12:13 pm IST)
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST

  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST