Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સોડવદરા ગામેથી વાડીમાંથી શાકભાજીના વાવેતરની આડમાં લીલા ગાંજાનું ખેતર ઝડપી પાડતી ભાવનગરપોલીસ

ભાવનગર તા.૨૩:એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની આગેવાનીમાં એસ.ઓ.જી. પોલીસ જીલ્લામાંનાર્કોટીકસ પદાર્થનું વેચાણ કરતા ઇસમો બાબતે ખાનગીરાહે તપાસ કરતા હતા દરમ્યાન એસ.ઓ.જી. પોલીસને બાતમી હકિકત મળેલ હતી કે,  અરવિંદભાઇ ઉર્ફે અન્નો નારણભાઇ ચૌહાણ રહેવાસી સોડવદરાવાળાએ પોતાની સોડવદરા ગામે આવેલ કરાર ભોની સીમ તરીકે ઓળખાતી વાડીએ શાકભાજી તથા પાકની વચ્ચે ગાંજાના છોડનું વાવેતર કરેલ છે જે બાતમી આધારે સોડવદર ગામે કરાર ભોની સીમમાં આવેલ અરવિંદભાઇ ઉર્ફે અન્નો નારણભાઇ ચૌહાણ ઉ.વ.૪૫ રહેવાસી સોડવદરા જુની નિશાળ પાછળ તા.જી. ભાવનગર વાળાની વાડીએ પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ તથા એસ.ઓ.જી. સ્ટાફે રેઇડ કરતા આરોપી વાડીએ હાજર મળી આવેલ અને તેને પોતાની વાડીમાં શાકભાજી તથા પાકની આડમાં વાવેતર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૩૩ જેનું કુલ વજન ૮.૩૫૨ કિલો ગ્રામ કિ.રૂ. ૪૧,૭૬૦/- ના મળી આવેલ જેથી સોડવદરા ગામના તલાટી સંજયભાઇ મણીયાને બોલાવી ગાંજાના વાવેતરવાળી જગ્યાની માપણી કરાવી અમરેલી એફ.એસ.એલ. અધિકારી એ.એચ.ઇટાલીયાને સ્થળ ઉપર બોલાવી ગાંજાના છોડનું પરિક્ષણ કરાવી ગાંજાના છોડ નંગ-૩૩ કબ્જે કરવામાં આવેલ હતા અને મજકુર સામે એન.ડી.પી.એસ. એકટ અંગે કાર્યવાહી કરી તેની ધરપકડ કરી તેના વિરૂધ્ધમાં એસ.ઓ.જી.ના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલે ફરિયાદ આપી વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો અને આગળની તપાસ વરતેજ પોલીસ સબ ઇન્સ. એચ.સી.ચુડાસમા ચલાવી રહ્યા છે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટની આગેવાનીમાં એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. મહાવિરસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા વિજયસિંહ ગોહિલ તથા જગદીશભાઇ મારૂ તથા યુસુફખાન અનવરખાન તથા હરેશભાઇ મેહુરભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. ચંદ્રસિંહ વાળા તથા હારીતસિંહ ચૌહાણ તથા બાવકુદાન ગઢવી તથા પાર્થભાઇ પટેલ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ તથા મુકેશભાઇ મોહનભાઇ જોડાયા હતા.

(12:09 pm IST)
  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • પોરબંદરમાં ભારેબપોરે ધોધમાર અડધાથી પોણો ઇંચ વરસાદ ખાબક્યો : રસ્તાઓમાં નદીઓ વહી : રાણાવાવ અને કુતિયાણામાં વરસાદી ઝાપટા : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 6:44 pm IST

  • ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને નરેન્દ્રભાઈએ જોખમી પગલુ ભર્યુ? નવી દિલ્હી : અમેરિકામાં 'હાઉડી મોદી' કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન આપીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોખમી પગલુ ભર્યાનું ચર્ચાઈ રહ્યુ છે. જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી હારી જાય તો નરેન્દ્રભાઈ માટે પરિસ્થિતિ ખૂબ જ કઠીન બની જશે. નવા રાષ્ટ્રપતિ સાથે સંબંધ બાંધવામાં તેમને ઘણી પરીક્ષાઓનો સામનો કરવો પડશે તેવુ રાજકીય પંડિતો માની રહ્યા છે. access_time 5:39 pm IST