Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ટંકારાના જીવાપરમાં હજાર રૂપરડીની ઉઘરાણી મામલે ધમાલઃ ૪ ઘવાયા

મનુ દેવીપૂજક, તેના ભાઇ કલ્પેશને ગંભીર ઇજાઃ સામા પક્ષે કાંતિભાઇ અને તેના માતા દિવાળીબેન ઘવાયાઃ ધોકા-પાઇપ-ધારીયાથી ધબધબાટી

રાજકોટ તા. ૨૩: ટંકારાના જીવાપરમાં  હજાર રૂપિયાની ઉઘરાણી મામલે સશસ્ત્ર ધમાલ થતાં દેવીપૂજક પરિવારોના ચાર લોકોને ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.

જીવાપર રહેતાં મનુ ખેંગારભાઇ લોરીયા (ઉ.૩૫) તથા તેના ભાઇ કલ્પેશ ખેંગારભાઇ લોરીયા (ઉ.૨૫) પર પડોશી રમેશ તળશી દેવીપૂજક, વિક્રમ તળશી, કમુ છગન, ધીરૂ છગન, વિજય કાંતિ, જગયદીશ તળશી સહિતનાએ ધોકા-પાઇપ-ધારીયાથી હુમલો કરતાં ફ્રેકચર જેવી ઇજાઓ થતાં ટંકારા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.

સામા પક્ષે કાંતિભાઇ તળશીભાઇ અગારીયા (ઉ.૫૫) અને તેના માતા દિવાળીબેન (ઉ.૭૫) પણ ઘાયલ થતાં તેને પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મનુના સગાના કહેવા મુજબ કલ્પેશ લોરીયાએ કાંતિ અગારીયાના પુત્ર દિપક પાસેથી રૂ. એક હજાર ઉછીના લીધા હતાં. તેની ઉઘરાણી મામલે બોલાચાલી થતાં આ માથાકુટ થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરતાં બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ થઇ હતી.

(11:58 am IST)