Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ભાવનગર મહાનગરપાલિકા કક્ષાની ઉત્સવ સ્પર્ધા હર્ષભેર સંપન્ન

ભાવનગર તા.૨૧ :  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા સંચાલીત મનપા કક્ષાની યુવા ઉત્સવ સ્પર્ધા યોજાઇ હતી.

શહેરના યશવંતરાય નાટયગૃહ ખાતે યોજવામાં આવેલ યુવા ઉત્સવમાં લોકનૃત્ય, લગ્નગીત, લોકગીત, ભજન, નિબંધ, ચિત્રકલા, સર્જનાત્મક, વકતૃત્વ, અભિનય સહિતની અલગ અલગ સ્પર્ધાઓના ત્રણસોથી વધુ કલાકારો અને સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધા પુર્ણ થયા બાદ સ્થળ પર જ પરિણામ જાહેર કરાયુ હતુ. આ સ્પર્ધાના પ્રથમક્રમે વિજેતા થનાર સ્પર્ધક સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.

યુવા ઉત્સવ સ્પર્ધાના આયોજનને સફળ બનાવવા જિલ્લા યુવા વિકાસ અધિકારી ડો.અરૂણભાઇ ભલાણી તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(11:53 am IST)
  • અમદાવાદના કોબાથી વિસત તરફના રોડ પર પીધેલા કાર ચાલકે અનેકને લીધા અડફેટે : ચારથી પાંચ વાહનો સાથે અકસ્માત કર્યો : પોલીસે કર્યો પીછો: કારચાલકે ભાગવા કર્યો પ્રયાસ : મહિલા પીએસઆઇને પણ ટક્કર મારી : પોલીસે મહા મુસીબતે આખરે તેને પકડી પાડ્યો access_time 1:03 am IST

  • હાઉડી મોદીના મંચ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ સામેની લડાઇમાં ભારતને ખુલ્લું સમર્થન આપ્યું : ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર જણાવ્યું કે ઇસ્લામિક આતંકવાદીઓ સામે ભારત અને અમેરિકા એકજૂટ થઇને લડશે. access_time 1:03 am IST

  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST