Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

બોગસ પીયુસી પ્રમાણપત્ર આપવાના કૌભાંડમાં ભુજના એજન્ટની ધરપકડ

ભુજ તા. ૨૩:  સરકાર દ્વારા આરટીઓ નિયમોના કડક પાલન સંદર્ભે કરાયેલ આકરા દંડની જોગવાઈ બાદ વાહનચાલકોને ઠગવાના કિસ્સાઓ વધ્યા છે. જોકે, પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજમાં બોગસ પીયુસી પ્રમાણપત્ર આપીને વાહનમાલિકોને છેતરવાના કૌભાંડનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. ભુજની ઉમેદનગર કોલોની, પ્લોટ ન. ૪૬૦ મધ્યે રહેતા જીજ્ઞેશ કનુભાઈ વ્યાસ આ કૌભાંડનો માસ્ટર માઇન્ડ હોવાનું ખુલ્યું છે. પોલીસે ભુજની આરટીઓ રિલોકેશન સાઈટ ઉપર શ્રીજી ઓટો એડવાઇઝર નામની દુકાન ધરાવતા જીજ્ઞેશ કનુભાઈ વ્યાસ પાસેથી પીયુસી પ્રમાણપત્રના બોગસ રાઉન્ડ સિક્કા લગાવેલા કોરા ફોર્મ, પીયુસી માટેના કોરા ફોર્મ, ૫૫ હજારની કિંમતનું કોમ્પ્યુટરનું પ્રિન્ટર, ૫૫ હજાર રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત જીજ્ઞેશ વ્યાસની સાથે અન્ય શખ્સ શાહનવાઝ મહમદ સુમરા, સેજવાળા માતામ, ભુજની ધરપકડ કરી છે. આરોપી જીજ્ઞેશ આરટીઓ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું પણ જાણવા મળે છે. એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.બી. ઔસુરાના જણાવ્યા પ્રમાણે પીયુસી સર્ટિફેકટના નામે આરોપી જીજ્ઞેશ કનુભાઈ વ્યાસ દ્વારા પીયુસી સોફ્ટવેર તેમ જ બોગસ સર્ટિફિકેટ ઉપર મહાશકિત એન્ટરપ્રાઇઝ, મુન્દ્રા ના નામનો બોગસ રબર સ્ટેમ્પ મારીને વાહનચાલકોને પીયુસી પ્રમાણપત્રના નામે ખંખેરવામાં આવતા હતા. ખરેખર, પીયુસી સેન્ટરની કોઈ પણ સરકારી માન્યતા ન હોવા છતાં પીયુસી પ્રમાણપત્રના નામે છેતરપીંડી કરાતી હોઈ આ અંગે વિવિધ કલમો નીચે ગુનો નોંધીને આ બનાવની વધુ તપાસ ભુજ બી ડિવિઝન પોલીસને સોંપાઈ છે. ભુજ ઉપરાંત મુન્દ્રામાં બોગસ પીયુસી સર્ટી. ઇસ્યુ કરાયા હોવાની પોલીસને શંકા છે, જેને આધારે તપાસ શરૂ કરાઇ છે.

RTO પણ જો વધુ  પૈસા લે તો, ગુનો..

દંડના ભયે વાહનચાલકો ઠગાઈનો ભોગ બની રહ્યા છે. કચ્છમાં RTOના માન્ય પીયુસી સેન્ટર ચલાવનારાઓ સામે પણ ક્યાંક ક્યાંક ફરિયાદનો સૂર ઉઠી રહ્યો છે. ત્યારે આવી ઠગાઈનો ભોગ બનવાને બદલે વાહનચાલકોએ ફરિયાદ કરવી જોઈએ. ખુદ કલેકટર કચેરી દ્વારા પણ પીયુસીના પ્રમાણિત સેન્ટરોની યાદી બહાર પડાઈ છે. ત્યારે વાહનચાલકો જાતે જાગૃત બને અને ઠગાઈનો ભોગ બનતા અટકે તે જરૂરી છે.

(11:50 am IST)
  • કાલથી કેરળમાં મધ્યમ - ભારે વરસાદ : અપર લેવલ એકટીવ સરકયુલેશન અને લો લેવલ હિલચાલના પગલે આગામી કેટલાક દિવસો (૨૪-૨૫ સપ્ટેમ્બર) સુધી કેરળમાં મધ્યમથી ભારે વરસાદની ખાનગી વેધર ચેનલે આગાહી કરી છે : ગાજવીજ સાથે બેંગ્લોર અને તામિલનાડુમાં વરસાદ પડવા સંભવ access_time 6:32 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST