Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયામાં કરંટઃ પોરબંદરમાં પ હજાર બોટના ખડકલા

સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનથી દરિયામા ઉછળતા મોજાઃ કાંઠાના ગામોમા ફુંકાતો પવનઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ સાથે હળવો-ભારે વરસતો વરસાદ

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી વાતાવરણ છવાઇ જાય છે અને સાર્વત્રિકના બદલે અમુક-અમુક જગ્યાએ હળવો-ભારે વરસાદ પડી જાય છે.

જો કે સર્વત્ર વરસાદ બાદ હવે પાકને વરાપની જરૂર હોવાથી હજુ વધારે સમય સુધી વરાપ નીકળે તેવી ખેડૂતો ઇચ્છા રાખી રહ્યા છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩૨.૫ મહતમ,૨૫.૮ લઘુતમ, ૮૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૨ પ્રતિ કલાક પવનની ગતિ રહી છે.

જામજોધપુરમાં અડધો ઇંચ જયારે સોરઠી ડેમ ઉપર ૧૦મીમી વરસાદ પડ્યો છે.

સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન થી દરિયો ગાંડોતૂર બન્યો છે દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારો આજે પરત ફર્યા છે કેન્દ્ર શાસિત દીવ અને ઉનામાં વાવાઝોડાની આગાહીના લીધે માછીમારોને દરિયો ન ખેડવા તથા દરીયામાં ન જવા એલર્ટ ચેતવણી આપવામાં આવી છે.

આજે દીવ ઉના ગીર ગઢડા પંથકમાં તથા દરીયાકાંઠે ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે દરીયામાં તોફાની કરંટ હોવાથી ઉચા મોજા ઉછળી રહ્યા છે અને દીવ,ઘોઘલા, વણાકબારા,નવાબંદર ના માછીમારોએ દીવ, ઘોઘલા, વણાકબારા, નવાબંદરના બંદર ઉપર પોતાની બોટો લઇ પહોંચી ગયા હતા અને બધી જ બોટો લંગારી દેવામાં આવી છે.

પોરબંદર

પોરબંદરઃ પોરબંદરના દરિયા કિનારે બારામા ૫ હજાર જેટલી બોટના ખડકલા છે જેમાં દ્વારકા,ઓખા, વેરાવળ, પોરબંદર સહિત આસપાસની બોટને રાખી દેવાઇ છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે કિનારા ઉપર માછીમારો આવી ગયા છે.

સુભાષનગર જેટી, ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ઝાંખુ દેખાય છે આંધી છે. જીલ્લા કંન્ટ્રોલ રૂમ દ્વારા ૨ દિવસ દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી આપી છે.

પોરબંદર બંદરે ત્રણ નંબરનુ સિંગ્નલ લગાડયું છે માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના અપાઇ છે સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઇ છે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને પવન ફુંકાવવાની શકયતા છે.

જાફરાબાદ

અમરેલીઃ હવામાન વિભાગની આગાહીના પગલે જાફરાબાદ બંદરની ૭૦૦ જેટલી બોટો દરિયા માંથી કિનારે પરત ફરી છે અરબી સમુદ્રમાં લો-પ્રેશરથી દરિયો તોફાની બને તેવી આગાહી કરાઇ છે જેથી. સાવચેતીના પગલે જાફરાબાદની તમામ ૭૦૦ જેટલી બોટેને પરત બોલાવી લેવાઇ છે દરિયામાં ભારે કરંટ અને પવનના કારણે માછીમારો સ્વયમ કિનારે બોટો લઇ પરત ફર્યા હતા આટલી માત્રામાં બોટો લાંગરી છે જેથી જાફરાબાદ બંદર બોટોથી ઉભરાયું છે.

(11:49 am IST)
  • ઉતકલ એક્સપ્રેસમાં બોમ્બની અફવાથી ખળભળાટ : ડોગ સ્ક્વોડ અને બૉમ્બ સ્ક્વોડ દ્વારા બે કલાક સુધી ટ્રેનમાં સઘન ચેકીંગ : આખી ટ્રેનને ખાલી કરાવાઈ : યાત્રીઓમાં ભયનો માહોલ access_time 1:03 am IST

  • હાઉડી મોદીમાં વડાપ્રધાને કાશ્મીરનો કર્યો ઉલ્લેખ : કહ્યું -આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોને વિકાસ અને સમાન અધિકારોથી વંચિત રાખ્યા હતા. જેનો ફાયદો આતંકવાદી અને અલગાવવાદી તાકાત ઉઠાવતી હતી access_time 1:04 am IST

  • પોરબંદર બંદરે ત્રણ નંબરનું સિંગ્નલ લગાડયું : માછીમારોને દરિયો નહિ ખેડવા સૂચના : સુરક્ષા એજન્સીઓને સતર્ક કરાઈ : આગામી ત્રણ દિવસ ભારે વરસાદ અને ભારે પવન ફુંકાવવાની શકયતા access_time 6:42 pm IST