Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

કુતિયાણામાં સરકારી હોસ્પિટલના તબીબ પર દર્દીના સગાનો હુમલો

પોરબંદર : કુતિયાણામાં સરકારી હોસ્પિ.ના તબીબ ઉપર દર્દીના સબંધીઓએ હુમલો કરતા  પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવની વિગત મુજબ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ઇકબાલ મહીડા ફરજ પર હતા ત્યારે કાંસાબઢના સવદાસભાઇ ઓધડભાઇ પરમાર ઉ.વ.૬૦ ને તેના સગા-સંબંધીઓ સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા. તેમને હાર્ટએટેક આવ્યો હોવાનું જણાવ્યુ હતુ. ડોકટરે તપાસ કરતા તે મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યુ હતુ. એ દરમ્યિાન મૃતકના  સગાએ એવો આક્ષેપ  કર્યો હતો કે ડોકટરે સારવાર આપી નહી હોવાને કારણે આવી પરિસ્થિતી સર્જાઇ છે તેેમ કહીને ત્રણ શખ્સોએ તબીબ ઉપર હુમલો કરી માર માર્યો હતો.

(12:38 pm IST)