Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

મોરબી-માળિયાના પાક્વીમાંથી વંચિત ગામોનો ખાસ રી-સર્વે કરવાની માંગ

મોરબી : ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરી કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત  મોરબી માળિયા તાલુકાના જે ગામોને વર્ષ ૨૦૧૬-૧૭ ના વર્ષનો પાકવીમો મળ્યો નથી અને વંચિત રહી ગયા છે તે ગામોનો ખાસ કિસ્સામાં રી સર્વે કરાવી ખેડૂતોને ન્યાય મળે તેવી માંગણી સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે

        મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ કેન્દ્રના કૃષિ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી જણાવ્યું છે કે મોરબી માળિયા પંથકમાં ચાલુ વર્ષ ઓછો વરસાદ પડ્યો છે પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ પાક નિષ્ફળ જવાને કારણે કથળી રહી છે મોરબી માળિયા વિસ્તારની નર્મદાની મોરબી, ધ્રાંગધ્રા અને માળિયા બ્રાંચ કેનાલોમાંથી ખેડૂતોને ખરીફ પાક બચાવવા પૂરતા પ્રમાણમાં અને સમયસર સિંચાઈનું પાણી ના મળતા ખેડૂતોનો ઉભો પાક મુરઝાઈ રહ્યો છે નર્મદાની ત્રણેય કેનાલોમાંથી ઉનાળુ પાક માટે પાણી ના આપીને રાજ્ય સરકારે અન્યાય કર્યો છે તો પાક્વીમાંમાં પણ અન્યાય થયો છે જે નિવારવો જરૂરી છે તેમજ હેકટરે ૩૬,૦૦૦ પાક્વીમાંની સીલીંગ હતી તે ૨૮,૦૦૦ લઇ જવાની દહેશતને પગલે વર્ષ ૨૦૧૮-૧૯ માં પણ પાક્વીમાંમાં અન્યાય થશે તેમ જણાવીને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારને તાકીદે પગલા ભરવાની માંગ કરી છે

 નર્મદા બ્રાંચ કેનાલમાંથી સિંચાઈનું પાણી આપવા માંગ

        નર્મદાની ત્રણ કેનાલો મોરબી-માળિયા વિસ્તારમાં નીકળે છે ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે તાકીદે પાણી આપવું જરૂરી છે અને બ્રાંચ કેનાલમાંથી પાણી ગેરકાયદેસર રીતે વેડફાય છે તે રોકવા પોલીસ સુરક્ષા મુકીને પાણીનો બગાડ અટકાવવો જોઈએ અને વહીવટી તંત્રએ તાકીદે વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે  

(11:54 am IST)