Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સિંચાઇના પાણી માટે પોકારઃ મોરબીમાં ખેડૂતોએ ડેમી-3માં ક્રિકેટ રમીને અનોખો વિરોધ નોંધાવ્યો

ખેડૂતો દ્વારા સરકાર માટે સદબુદ્ધિ હવન કરાવ્યો હતો.

 

મોરબીમાં સિંચાઈ માટે પાણી મળતાં ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. મોરબી જીલ્લાના ખેડૂતો ડેમી-3 ડેમમાં ભેગા થઈને ક્રિકેટ રમ્યા હતા ગઈકાલે ખેડૂતો દ્વારા સરકાર માટે સદબુદ્ધિ હવન કરાવ્યો હતો.  

વર્ષે વરસાદ બહુ ઓછો પડ્યો છે. ગુજરાતમાં સિઝનનો માત્ર 50 ટકાની આસપાસ વરસાદ નોંધાયો છે. તેમાં પણ કેટલાક જિલ્લા તો એવા છે કે જ્યાં માંડ 2 થી 3 ટકા વરસાદ નોંધાયો છે. જેના કારણે જગતનો તાત એવો ખેડૂત બિચારો વાવણી કરીને પાણી માટે વલખા મારી રહ્યો છે

આજે રાજ્યના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. અનેક જગ્યાએ પુરતું પાણી મળવાને કારણે ખેતરમાં ઊભો પાક બળી જવાની સંભાવના છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર સામે સિંચાઈનું પાણી આપવા અવાર-નવાર વિનંતી કરી રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને ખેડૂતોનો અવાજ પહોંચતો નથી

(9:22 pm IST)