Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

તળાજા-ઉમરાળામાં અડધો ઇંચ વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર હવામાન

રાજકોટ, તા., ૨૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણના માહોલ વચ્ચે હળવો-ભારે વરસાદ પડયો છે. જયારે તળાજા અને ઉમરાળામાં અડધો  ઇંંચ વરસાદ પડયો છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩ર.પ મહતમ, રપ લઘુતમ ૮૪ ટકા વાતાવરણમાં ભેજનુ પ્રમાણ ૮.ર પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

ખંભાળીયા

 ખંભાળીયાઃ બપોરે બે થી છ વાગ્યા સુધીમાં ૩૦ મી.મી. વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું.ખંભાળીયા તાલુકાના સલાયામાં રોજ બપોરે ત્રણ વાગ્યે વરસાદ ઝાપટુ નાખીને હાજરી પુરાવી જતો હોય પણ ગઇકાલે સલાયા, પાટોડીયા, હરીપર, સોડસળા, વિસોમી વિ. ગામોમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હતો તો ખંભાળીયા  નજીકના હરીપર, હર્ષદપુરમાં ખાડા પાણીથી ભરાઇ ગયા હતા.

(3:47 pm IST)