Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

મોતિયાવાળા સાપને રાજકોટ મોકલી દેખતો કરાવ્યો!!

ખંભાળીયાના શિક્ષકની ઉમદા માનવતા!!

ખંભાળીયા તા. ર૩ :.  વિજય ચેરીટેબલ હાઇસ્કુલના શિક્ષક તથા ભાણવડ રહેતા આશિષ રમેશભાઇ ભટ્ટ તેમની એનિમલ લવર્સ ગ્રુપ સંસ્થા દ્વારા સાપ તથા અબોલ જીવોને મદદરૂપ થવા બચાવવા વારંવાર કામ કરે છે તેમાં ઉમદા માનવતાનો એક કિસ્સો બહાર આવ્યો.

 

ભાણવડ શહેરમાંથી એક રેટ સ્નેક ઉંદર ખાઉ સાપ ત્રણ ફુટનો મળતા તેને સલામત રીતે રેસ્કયુ કરવા જતાં આ બિનઝેરી સાપ બન્ને આંખે મોતીયા વાળો હોય ના દેખતો હોય તેવું ધ્યાને આવ્યું. આ તંદુરસ્ત સાપ જોઇના શકે તો શિકાર ના મળતા મૃત્યુ પામે તેમ હોય સાપને ખંભાળીયા બદિયાણી હોસ્પિટલના મેનેજર મિલનભાઇ ભોગાયતાની મદદથી આઇ સર્જનને દેખાડતા બન્ને આંખે મોતિયો હોવાનું જણાતા આ સાપ ને ખાસ વ્યવસ્થા કરીને રાજકોટ મોકલી સારવાર કરાઇ હતી અને મોતિયો ઉતરતા સાપ દેખતો થતાં ત્યાંથી સેવાભાવી કારમાં ફરી સાપને ભાણવડ મુકી જતાં તેને બરડામાં છૂટો કરાયો હતો.

આ બીનઝેરી સાપને દેખતો કરવા માટે આશીષ ભટ્ટની સાથે ભરતભાઇ ઓડેદરા, રાજકોટના ડો. વિશાલ પટેલ, રાજેશ કાથડ, દેવભાઇ તથા કેતનભાઇ પરમાર મદદરૂપ થયા હતાં.

(1:36 pm IST)